તહેવાર

ગાયત્રી જયંતી ૨૦૧૯

વેદમાતા ગાયત્રીને કેવી રીતે પ્રસન્ન કરશો

Mata Gayatri
476

ગાયત્રી જયંતી ૨૦૧૯, વેદમાતા ગાયત્રીને કેવી રીતે પ્રસન્ન કરશો, જગતજનની માં ગાયત્રી, સંસારની આધિ-વ્યાધિ-ઉપાધિ દૂર કરશે. માં ગાયત્રી જીવનની દરેક ઈચ્છાઓ પુરી માત્ર એક મંત્ર કરે છે. હિન્દુ ધર્મમાં માં ગાયત્રીને વેદમાતા કહેવામાં આવે છે. અર્થાત બધા વેદોની ઉત્તપત્તિ તેમનામાંથી જ થઈ છે. માતા ગાયત્રીને ભારતીય સંસ્કૃતિની જનની પણ કહેવામાં આવે છે. ધર્મ શાસ્ત્રો મુજબ જયેષ્ઠ માસના શુક્લ પક્ષની દસમી તિથિને માં ગાયત્રીનો અવતાર માનવામાં આવે છે. આ દિવસે ગાયત્રી જયંતીના રૂપમાં મનાવાય છે.

હિન્દૂ ધર્મમાં માતા ગાયત્રીને પંચમુખી માનવામાં આવે છે જેનો અર્થ એ થાય છે કે આ સંપૂર્ણ બ્રહ્માન્ડ જળ, વાયુ, પૃથ્વી, તેજ અને આકાશના પાંચ તત્વોથી બનેલ હોય છે. આપણા બધામાં તે પાંચ તત્વ હોય છે. માં ગાયત્રી આ બધાનું રક્ષણ કરનાર દેવી છે માટે તેની ઉપાસના કરવી ખુબજ ફાયદાકારક રહે છે. મનુષ્ય વિધિ વિધાન પૂર્વક ગાયત્રીની ઉપાસના કરનાર સાધકની બધી મનોકામનાઓ પૂરી થાય છે. માતા ગાયત્રી થકી આયુ, પ્રાણ, પ્રજા,પશુ, કીર્તિ, ધન તથા બ્રહ્મવર્ચસના સાત પ્રતિફળ અથર્વવેદમાં જણાવેલ છે.

ગાયત્રી મંત્રને વેદમાં ચમત્કારી અને ફાયદાકારક કહેવામાં આવ્યો છે. ચારેય વેદમાં ગાયત્રી મત્રનો ઉલ્લેખ જોવા મળે છે. આ મંત્રમાં એટલી શક્તિ છે તે નિયમિત ત્રણ વાર તેનો જાપ કરનાર વ્યક્તિની આસપાસ નકારાત્મક શક્તિઓનો આવતી નથી. ગાયત્રી મંત્રના જાપથી ઘણા લાભ મળે છે. આ મંત્રથી બૌદ્ધિક ક્ષમતા અને મેઘા શક્તિ એટલે કે સ્મરણ શક્તિ વધે છે.

‘ॐ भूर्भव: स्व: तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न: प्रचोदयात्।’ તેનો અર્થ છે પ્રાણસ્વરૂપ, દુખનાશક, સુખસ્વરૂપ, શ્રેષ્ઠ, તેજસ્વી, પાપનાશક, દેવસ્વરૂપ પરમાત્માને અમે અન્ત:કરણમાં ધારણ કરીશું. પરમાત્મા તમારી બુદ્ધિને સન્માર્ગને પ્રેરિત કરે.

ॐ – ઈશ્વર

भू: – પ્રાણસ્વરૂપ

भुव: – દુ:ખનો નાશ કરનાર

स्व: – સુખ સ્વરૂપ

तत् – તે

सवितु: – તેજસ્વી

वरेण्यं – શ્રેષ્ઠ

भर्ग: – પાપનો નાશ કરનાર

देवस्य – દિવ્ય

धीमहि – ધારણ કરો

धियो – બુદ્ધિ

यो – જે

न: – અમને

प्रचोदयात् – પ્રેરિત કરો

Leave a Reply