ઓટો

વાહન ચાલકો માટે ખુશખબર

એચ.એસ.આર.પી. નંબર પ્લેટની મુદતમાં વધારો થયો

HSRP
279

ગુજરાતમાં જુના વાહનો પર હાઈ સિક્યુરિટી રજીસ્ટ્રેશન પ્લેટ લગાવવાની મુદ્દત ૩૧ જાન્યુઆરી, ૨૦૧૮ સુધી લંબાવવામાં આવી છે. ગુજરાત લાખો વાહનોને એચ.એસ.આર.પી. નંબર પ્લેટ લગાડવાની બાકી હોવાથી સરકાર દ્વારા ફરી એક વખત તારીખ લંબાવવામાં આવી છે. વાહનચાલકો હવે ૩૧ જાન્યુઆરી ૨૦૧૯ સુધી એચ.એસ.આર.પી.નંબર પ્લેટ લગાડી શકશે. વાહનચાલકોની અનુકૂળતાને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે એચ.એસ.આર.પી. નંબર લગાવવાની મુદ્દતમાં પાંચમી વખત વધારો કર્યો છે.

સર્વોચ્ચ અદાલતનાં આદેશ પ્રમાણે જુના વાહનોને એચ.એસ.આર.પી. નંબર પ્લેટ લગાડવી ફરજિયાત છે. આર.ટી.ઓ. કચેરીમાં ઑનલાઇન એપોઇમેન્ટ મેળવ્યા પછી ટૂ-વ્હીલરને એચ.એસ.આર.પી.  નંબર પ્લેટ લગાડવાનો ચાર્જ ૧૪૦ રૂપિયા અને થ્રી વ્હીલરનાં ૧૮૦ રૂપિયા, ફૉર વ્હીલરનાં ૪૦૦ રૂપિયા, તથા હેવી વ્હીલરનાં ૪૨૦ રૂપિયા વસૂલવામાં આવે છે.

ગુજરાતી સરકાર દ્વારા અધિકૃત કરેલા ડિલરોને ત્યાં એચ.એસ.આર.પી. નંબર પ્લેટ લગાડવાની ફીમાં ટુ વ્હીલર-ટ્રેક્ટરનાં ટેક્ષ સાથે ૨૪૫ રૂપિયા, થ્રી વ્હીલરનાં ૨૮૫ રૂપિયા, ફૉર વ્હીલરનાં ૫૭૭ રૂપિયા, હેવી વ્હીલરનાં 597 રૂપિયા ચુકવવાનો રહેશે.

Leave a Reply