વેપાર

૧૨ બેન્કો માટે સરકારે ૪૮,૨૩૯ કરોડ રૂપિયા મંજૂર કર્યા

બેન્કો પુરતી મૂડીના રિઝર્વ બેન્કના નિયમને અનુસરી શકશે

Recapitalization
243

૧૨ બેન્કો માટે સરકારે ૪૮,૨૩૯ કરોડ રૂપિયા મંજૂર કર્યા, બેન્કો પુરતી મૂડીના રિઝર્વ બેન્કના નિયમને અનુસરી શકશે, સરકારે ૧૨ બેન્કોના રિકેપિટલાઈઝેશન માટે ૪૮,૨૩૯ કરોડ રૂપિયાની મંજૂરી આપી છે. રિકેપિટલાઈઝેશન અંતર્ગત મળનારી રકમથી બેન્કોની પાસે આરબીઆઈના નિયમને અનુસરવા માટે પુરતી રકમ ઉપલબ્ધ થશે.

કોર્પોરેશન બેન્કઃ 9,806 કરોડ, અલ્હાબાદ બેન્કઃ ૬,૮૯૬ કરોડ, પીએનબીઃ ૫,૯૦૮ કરોડ, બેન્ક ઓફ ઈન્ડિયાઃ ૪,૬૩૮ કરોડ, યુનિયન બેન્કઃ ૪,૧૧૨૧ કરોડ, ઈન્ડિયન ઓવરસીઝ બેન્કઃ ૩,૮૦૬ કરોડ, યુકો બેન્કઃ ૩,૩૩૦  કરોડ, આંધ્રા બેન્કઃ ૩,૫૨૬ કરોડ, યુનાઈટેડ બેન્કઃ ૨,૮૩૯ કરોડ, સેન્ટ્રલ બેન્કઃ ૨,૫૬૦ કરોડ, સિન્ડિકેટ બેન્કઃ ૧,૬૦૩ કરોડ, બેન્ક ઓફ મહારાષ્ટ્રઃ ૨૦૫ કરોડ

બેન્કોને પુરતી મૂડીના રિઝર્વ બેન્કના નિયમને અનુસરી શકે. તેનાથી બેન્કોને આરબીઆઈની પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શન(PCA) લિસ્ટમાંથી બહાર થવામાં મદદ મળી શકે. આ બેન્કો પીસીએ લિસ્ટમાં છે. અલ્હાબાદ બેન્ક, યુનાઈટેડ બેન્ક ઓફ ઈન્ડિયા, કોર્પોરેશન બેન્ક, યુકો બેન્ક, સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા, ઈન્ડિયન ઓવરસીઝ બેન્ક, દેના બેન્ક, આઈડીબીઆઈ બેન્ક.

એનપીએ, રિટર્ન ઓફ એસેટ્સ અને કેપિટલ ટૂ રિસ્ક વેટેડ અસેટ્સ રેશિયોના માપદંડનું ઉલ્લંઘન કરવા બદલ બેન્કને પીસીએ લિસ્ટમાં મૂકવામાં આવે છે. આવી બેન્કો પર લોન આપવા અને બિનજરૂરી ખર્ચ કરવા બાબતે પ્રતિબંધ મૂકવામાં આવે છે.

Leave a Reply