નોકરી

ગુજરાત એસ.ટી. માં ૨૨૪૯ જગ્યાઓ પર ભરતી

૧૦ ધોરણ પાસ માટે સોનેરી તક

GSRTC Recruitment
820

ગુજરાત એસ.ટી. માં ૨૨૪૯ જગ્યાઓ પર ભરતી, ૧૦ ધોરણ પાસ માટે સોનેરી તક, ગુજરાત સરકાર ડ્રાઈવરોની ભરતી કરશે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (જીએસઆરટીસી)માં ૨૨૪૯ ડ્રાયવરોની ભરતી બહાર પડી છે. જીએસઆરટીસી દ્વારા બહાર પાડવામાં આવેલી ભરતી મુજબ આ ભરતી માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૧૧ ઓગસ્ટ રવિવાર છે.

જો તમે ધોરણ ૧૦ પાસ હોય અને તમે સરકારી નોકરી કરવાની ઈચ્છા ધરાવતા હોય તો, તમારા માટે સોનેરી તક આવી છે. જો તમે ધોરણ ૧૦ પાસ હોય અને તમને ડ્રાઈવિંગ આવડતું હોય તો, તમારા માટે સરકારી નોકરીની આ ઉત્તમ તક છે.

કેટલી મળશે સેલરી – ડ્રાયવરની જગ્યા માટે પસંદગી પામનાર ઉમેદવારને પાંચ વર્ષ માટે ફિક્સ પગાર રૂ. ૧૦૦૦૦ મળવા પાત્ર રહેશે.

ઉંમર મર્યાદા – ૨૫ થી ૩૮ વર્ષ (અનામત અને મહિલા ઉમેદવારને નિયમ મુજબ છૂટ આપવામાં આવી છે).

મહતમ ઉંચાઇ – ઓછામાં ઓછી ૧૬૨ સે.મી. (અનુ. જનજાતિના કિસ્સામાં ૧૬૦ સે.મી.).

અનુભવ – ડીઝલ સહિતના ભારેવાહન ચલાવવાનો ઓછામા ઓછો ચાર વર્ષનો અનુભવ.

લાયસન્સ – પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી તરફથી પબ્લીક વાહન ચલાવવાનું લાયસન્સ તથા બેઝ હોવો જરૂરી છે.

શૈક્ષણિક લાયકાત – ધોરણ ૧૦ પાસનું પ્રમાણપત્ર ગ.મા.શિ.બોર્ડ તથા અન્ય સમકક્ષ બોર્ડનુ માન્ય રહશે.

તમને જણાવી દઈએ કે, ઉલ્લેખનીય છે કે સદર ૫૮૫ ડ્રાયવરોની ભરતીની જાહેરાત સરકારની મંજુરીની અપેક્ષાએ આપવામાં આવી છે. જો સરકાર દ્વારા પસંદગી યાદી બનાવતા સુધીમાં મંજૂરી આપવામાં આવશે તો, ૨૨૪૯ ડ્રાયવરોની ભરતી કરવામાં આવશે. અન્યથા ૧૬૬૪ ડ્રાયવરોની ભરતી પૂર્ણ કરવામાં આવશે.

વધુ માહિતી માટે તમે https://ojas.gujarat.gov.in https://gsrtc.in પર માહિતી મેળવી શકો છો.

Leave a Reply