સમાચાર

ગુજરાતમાં વિધાનસભાની ચાર બેઠક પર પેટાચુંટણી

કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો રાજીનામુ આપી ને ભાજપ માં જોડાયા

Gujarat Election
132

ગુજરાતમાં વિધાનસભાની ચાર બેઠક પર પેટાચુંટણી, કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો રાજીનામુ આપી ને ભાજપ માં જોડાયા, ગુજરાત રાજકારણ માં ભૂકંપ. જે રીતે કોંગ્રેસમાં એક પછી એક ધારાસભ્ય રાજીનામુ ધરી રહ્યાં છે તના પગલે ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.અત્યાર સુધી કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો રાજીનામુ આપી ચૂક્યાં છે.

માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડા અને ધ્રાંગધ્રાના ધારાસભ્ય પુરષોતમ સાબરિયાએ પણ ધારાસભ્યપદેથી રાજીનામુ ધરી દીધુ છે. આ બંન્ને બેઠકો પણ ખાલી પડી છે. ધારાસભ્ય આશાબેન પટેલ રાજીનામુ આપતાં ઉંઝા બેઠક ખાલી પડી છે.

તલાલાના ધારાસભ્ય ભગવાન બારડને ખનિજચોરીમાં કોર્ટે બે વર્ષની સજા ફટકારતાં વિધાનસભાના અધ્યક્ષે ધારાસભ્યપદેથી સસ્પેન્ડ કર્યા છે જેના પગલે આ બેઠક પણ ખાલી પડી છે.

આમ, કુલ મળીને વિધાનસભાની કુલ ચાર બેઠકો પર હાલ પેટાચૂંટણી યોજાય તમ છે. કોંગ્રેસમાંથી ભાજપમાં ભળેલા જવાહર ચાવડા, યોગેશ પટેલ અને ધર્મેન્દ્રસિંહ જાડેજા ગાંઘીનગર રાજભવન ખાતે પહોંચી ગયા છે. ત્રણેય ધારાસભ્ય પ્રધાનપદ માટે શપથ ગ્રહણ કરશે.

Leave a Reply