પ્રદેશ

ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો

હવે ક્યાં પડશે વરસાદ

Gujarat Rain
575

ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો, હવે ક્યાં પડશે વરસાદ, ૧૧ લોકોના મોત થયા છે, ૬૦૦૦ લોકોને સલામત ખસેડવામાં આવ્યા છે. ગુજરાતમાં બે સિસ્ટમ સક્રિય થવાને કારણે હવેના દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, દાહોદ, છોટઉદેપુરમાં પવનની સાથે ભારે વરસાદની આગાહી છે.

બરવાળા ૧૫ ઇંચ

મહુવા ૧૨ ઇંચ

ધંધુકા ૧૩ ઇંચ

કડી ૧૧ ઇંચ

ગઢડા ૧૨ ઈચ

રાણપુર ૧૦ ઇંચ

ગલતેશ્વર ૧૦ ઇંચ

ચુડા ૧૦ ઇંચ

કલોલ ૯ ઇંચ

ધાંગધ્રા ૮ ઇંચ

જોટાણા ૮ ઇંચ

વલ્લભીપૂર ૮ ઇંચ

નાંદોદમાં ૮ ઇંચ

છોટાઉદેપુર ૮ ઇંચ

ડેડીયાપાડા ૭ ઇંચ

રાપર ૪ ઇંચ

થાનગઢ ૭ ઇંચ

વઢવાણ ૭ ઇંચ

ગોધરા ૭ ઇંચ

ગાધીધામ ૭ ઇંચ

સાણંદમાં ૭ ઇંચ

ઉમરાળા ૭ ઇંચ

કઠલાલ ૭ ઇંચ

મહેસાણા ૭ ઇંચ

આણંદ ૭ ઇંચ

ભચાઉ ૭ ઇંચ

રાજકોટ ૧૭ ઇંચ

ડેસર ૭ ઇંચ

જૂનાગઢ ૭ ઇંચ

જામનગર ૭ ઇંચ

ધ્રોલ ૫ ઇંચ

અમરેલી ૧૦ ઇંચ

સુરત ૧૫ ઇંચ

અમદાવાદ ૧૨ ઇંચ

લાલપુર ૬ ઇંચ

જેતપુર ૬ ઇંચ

માતર ૬ ઇંચ

જોડીયા ૬ ઇંચ

મહેમદાવાદ ૬ ઇંચ

ખંભાત ૬ ઇંચ

જાંબુધોડા ૬ ઇંચ

ગોંડલ ૬ ઇંચ

બોરસદ ૬ ઇંચ

ધનસુરા ૬ ઇંચ

સુબીર ૬ ઇંચ

માંગરોળ ૬ ઇંચ

દસાડા ૬ ઇંચ

સાયલા ૬ ઇંચ

હાલોલ ૬ ઇંચ

કરજણ ૬ ઇંચ

લખતર ૬ ઇંચ

મૂળી ૬ ઇંચ

લીબડી ૬ ઇંચ

લોધીકા ૬ ઇંચ

કલ્યાણપુર ૬ ઇંચ

ભાવનગર ૬ ઇંચ

તારાપુર ૬ ઇંચ

બાબરા ૬ ઇંચ

હિંમતનગર ૬ ઇંચ

સાવલી ૪ ઇંચ

સિહોર ૪ ઇંચ

લાઠી ૪ ઇંચ

વાડિયા ૪ ઇંચ

કપડવંજ ૪ ઇંચ

વડોદરા ૪ ઇંચ

પડધરી ૪ ઇંચ

વસો ૪ ઇંચ

ઘોઘંબા ૪ ઇંચ

ખેડા ૪ ઇંચ

માણસા ૪ ઇંચ

ડભોઇ ૪ ઇંચ

પાટણ ૪ ઇંચ

પ્રાંતિજ ૪ ઇંચ

જસદણ ૪ ઇંચ

બાબરા ૪ ઇંચ

સોનગઢ ૪ ઇંચ

બોડેલી ૪ ઇંચ

ગરુડેશ્વર ૪ ઇંચ

માળીયામીયાણા ૪ ઇંચ

આગામી ૪૮ કલાકમાં અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, રાજકોટમાં એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ, પંચમહાલ, દાહોદ, ખેડા, છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા સેવવામાં આવી છે. દરિયામાં કરંટ હોવાના કારણે માછીમારોને ૩ દિવસ દરિયો ન ખેડવાની સૂચના અપાઇ છે.

સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે ગયા વર્ષે ૫૬ ટકા ડેમ ભરાયા હતા. આગામી ૨૪ કલાકમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી હોવાનું સીએમ રૂપાણીએ કહ્યું હતું. રાજ્યમાં અત્યાર સુધીમાં ૧૧ લોકોના મોત થયા છે જ્યારે ૬૦૦૦ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યાં હોવાનું સીએમ રૂપાણીએ જણાવ્યું.

Leave a Reply