પ્રદેશ

ગુજરાત રાજ્યમાં ૨૧ ફેબ્રુઆરીએ એસ.ટી. બસ નહિ ચાલે

એસ.ટી વિભાગના કર્મચારીઓ હડતાલ પર જઇ રહ્યા છે

Gujarat ST Bus Strike
394

ગુજરાત રાજ્યમાં ૨૧ ફેબ્રુઆરીએ એસ.ટી. બસ નહિ ચાલે, એસ.ટી વિભાગના કર્મચારીઓ હડતાલ પર જઇ રહ્યા છે. બહારગામ જવાનું ટાળી દેજો. ગુજરાત રાજ્યના ૪૦ હજાર કર્મચારીઓ માસ સીએલમાં જોડાયા છે. બીજી બાજુ રાજકોટના એસ.ટી. વિભાગના બે હજાર ૨૫૦ કર્મચારીઓએ રજાનો રિપોર્ટ મુક્યો છે. એસ.ટીના કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓને લઇને હડતાલ પર જઇ રહ્યા છે.

છેલ્લા બે દિવસના ધરણાં બાદ નિર્ણય ન આવતા કર્મચારીઓએ અંતે હડતાલ પર જવાનો નિર્ણય કર્યો છે. બીજી બાજુ હડતાલની જાહેરાત થતા રાજ્ય સરકારે બેઠક કરવાના આદેશ આપ્યાછે, સાથે જીએસઆરટીસી ના એમડીને આગેવાનો સાથે બેઠક કરવાના કર્યા આદેશ આપ્યા છે.

ગુજરાત એસટીમાં દરરોજ હજારો વિદ્યાર્થીઓ મુસાફરી કરે છે. ત્યારે એસટીના કર્મચારીઓ હડતાલ પર ઉતરતા વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડી શકે છે. વાહનવ્યવહાર મંત્રાલય અને નિગમના અધિકારીઓ દ્વારા વારંવારની રજૂઆતો બાદ આ માંગણીના ઉકેલ નહી થતા હડતાલ પર ઉતરી ગયા છે.

Leave a Reply