સમાચાર

૨૦૦ કરોડ ના ખર્ચે ગુપ્તા બંધુએ લગ્ન કર્યા

૨૦૦ હેલીકોપ્ટર, ૧૦૦ પંડિત અને ૪ કિલો ચાંદીનું કાર્ડ

Gupta Bandhu Married
229

૨૦૦ કરોડ ના ખર્ચે ગુપ્તા બંધુએ લગ્ન કર્યા, ૨૦૦ હેલીકોપ્ટર, ૧૦૦ પંડિત, ૪ કિલો ચાંદીનું કાર્ડ, અંબાની પરિવારના પણ લગ્ન ફીકા લાગ્યા. દક્ષિણ આફ્રિકા સાથે સંબંધ ધરાવતા વિવાદાસ્પદ ગુપ્તા બંધુના બે દિકરાઓના લગ્ન ઉત્તરાખંડના શાનદાન હિલસ્ટેશન ઔલી ખાતે કરવામાં આવ્યા. આ લગ્ન ને રોયલ વેડિંગ કહેવામાં આવ્યા કેમકે લગ્નમાં ૨૦૦ કરોડ રૂપિયા ખર્ચ કર્યો.

અજય ગુપ્તાના પુત્ર સૂર્યકાંત ગુપ્તાના ૧૮ થી ૨૦ જૂનની વચ્ચે થયા. જ્યારે નાના ભાઈ અતુલ ગુપ્તાના પુત્ર શશાંક ગુપ્તાના લગ્ન ૨૦ થી ૨૨ જૂનના રોજ કરવામાં આવ્યા. સૂર્યકાંતના લગ્ન હીરાના વેપારી સુરેશ સિંઘલની પુત્રી, કૃતિકા સિંઘલ અને શશાંકના લગ્ન દુબઇના બિઝનેસમેન વિશાલ જાલાનની પુત્રી શિવાંગી જાલાન સાથે થયા.

લગ્નમાં સુશોભન માટે સ્વિટ્ઝર્લૅન્ડથી ૫ કરોડ રૂપિયાના ફૂલો મંગાવવામાં આવ્યાં છે. મહેમાનોને દિલ્હીથી ઔલી લાવવા માટે લગભગ ૨૦૦ હેલિકોપ્ટર ભાડે રાખવામાં આવેલ હતા. આ રોયલ લગ્ન માટે, ૧૦૦ પંડિતો બુક કરાયા છે. વેડિંગ કાર્ડ ૪.૫ કિલો ચાંદીથી બનાવામાં આવેલ હતું. મહેમાનોમાં નેતાઓ, બિઝનેસ લીડર્સ, બોલીવુડ સ્ટાર્સ અને અન્ય પ્રતિષ્ઠિત લોકો શામેલ થયા હતા. લગ્નમાં હાજર મહેમાનોને બદ્રીનાથ મંદિર પણ લઇ જવામાં આવ્યા. આ ઉપરાંત, મહેમાનો માટે આશરે ૪૦૦ વિવિધ પકવાનોની વ્યવસ્થા કરવામાં આવી હતી.

ઉત્તર પ્રદેશના સહારનપુરથી ૧૯૯૩ માં ત્રણ ભાઇઓ અજય ગુપ્તા, અતુલ ગુપ્તા અને રાજેશ ગુપ્તા સાઉથ આફ્રિકા પહોંચ્યા હતા. આ ત્રણેય ભાઇઓના સાઉથ આફ્રિકામાં બિઝનેસનું વિશાળ સામ્રાજ્ય ઉભુ કર્યું. તેમના પિતા શિવકુમાર ગુપ્તાની સહારનપુરના રાણીબજાર સ્થિત રાયવાલા માર્કેટમાં એક સમયે કિરાણાની દુકાન હતી. વ્યવસાયની સફળતા વચ્ચે, ગુપ્તા ભાઈઓ રાજકીય ક્ષેત્રમાં વધુ સક્રિય બન્યાં. દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ જેકબ ઝુમા સાથે તેના પારિવારિક સંબંધો  હતા. જેકબ ઝુમાના પરિવારના ઘણા લોકો ગુપ્તા ભાઈઓના વ્યવસાય સાથે જોડાયેલા હતા.

ગુપ્તા ભાઈઓ પર આરોપ લગાવામાં આવ્યો કે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જેકોબ ઝુમા, જે દક્ષિણ આફ્રિકામાં ખૂબ પ્રખ્યાત હતા, તેઓએ આ ભાઈઓના કારણે તેમની ખુરશી ગુમાવવી પડી હતી. ઝુમાના શાસન દરમિયાન ગુપ્તા પરિવાર પર સરકાર ચલાવવાનો આરોપ છે. વિવાદના કારણે ગુપ્તા પરિવાર હાલમાં દુબઇમાં રહે છે.

Leave a Reply