તહેવાર

ગુરુ પૂર્ણિમા ૨૦૧૯

જીવનમાં ગુરૂનું મહત્વ, ગુરૂની મહિમા, વ્યાસ પૂર્ણિમા

Guru Purnima
2.4K

ગુરૂ પૂર્ણિમા ૨૦૧૯, જીવનમાં ગુરૂનું મહત્વ, ગુરૂની મહિમા, વ્યાસ પૂર્ણિમા, અષાઢ સુદ પૂર્ણિમાએ ઉજવાતી ગુરૂ પૂર્ણિમા વેદવ્યાસની જન્મતિથિ છે. આ દિવસે ગુરૂની પૂજાનું ખાસ મહત્વ છે. શાસ્ત્રોમાં ‘ગુ‘ એટલે અંધકાર અને ‘રૂ‘ એટલે તેનો નિરોધક મતલબ પ્રકાશ. મતલબ બે અક્ષરોથી મળીને બનેલ ‘ગુરૂ’ શબ્દનો અર્થ છે ગુ મતલબ અંધકાર અને રૂ મતલબ તેને દૂર કરનાર. શિષ્યમાં અજ્ઞાન રૂપી અંધકારને દુર કરી જ્ઞાન રૂપી દિપક પ્રગટાવનાર ગુરૂ એક જીવન શિલ્પી મહાપુરુષ છે.

“ગુરુ ગોવિંદ દોનું ખડે કિસકો લાગુ પાય,

બલિહારી ગુરુ આપકી, ગોવિંદ દિયો બતાય “

મનુષ્યનો પ્રથમ ગુરૂ જન્મ અને સંસ્કાર આપનાર માતા છે. શિક્ષિત કરનાર શિક્ષક-ગુરૂનું સ્થાન વિશિષ્ઠ છે. આપણી સંસ્કૃતિ અને ધર્મની ઈમારતનો પાયો જ્ઞાન છે. જ્ઞાન મેળવવા માટે ગુરૂનું હોવું અતિ આવશ્યક છે. ગુરૂ બિન નહીં જ્ઞાન. ગુરૂ જ પોતાના શિષ્યોને નવજીવન માટે તૈયાર કરે છે. ભારત દેશમાં આ તહેવાર ખૂબ જ શ્રધ્ધા અને ભાવથી ઉજવવામાં આવે છે. પ્રાચીન સમયમાં જ્યારે વિદ્યાર્થી ગુરૂના આશ્રમમાં નિ:શુલ્ક શિક્ષા મેળવતા હતાં, ત્યારે આ દિવસે ‍શિષ્‍ય શ્રધ્ધાભાવથી પ્રેરિત થઈને પોતાના ગુરૂનુ પૂજન કરીને તેમને શક્તિ મુજબ દક્ષિણા આપીને ધન્ય-ધન્ય થઈ જતો હતો.

ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ,

પૂજા મૂલમ ગુરુ પદમ,

મંત્ર મૂલમ ગુરુ વાક્યમ,

મોક્ષ મૂલમ ગુરુ કૃપા…..

અર્થ:“ધ્યાન ધરવા માટેનું મૂળ ગુરુજીનું સ્વરૂપ છે,પૂજા કરવા માટે ગુરુજીના ચરણ કમલ છે,ગુરુજીનાં વચનો અને ઉપદેશ એ એક મંત્ર  જેટલાં જ પવિત્ર અને પ્રેરક છે અને છેવટે મોક્ષ પ્રાપ્તિ માટે ગુરુજી ની કૃપા જ એકમાત્ર ઉપાય બની રહે છે.

Leave a Reply