ટેકનોલોજી

પાકિસ્તાનની ૨૦૦ થી વધારે વેબસાઈટ હેક

ભારતીય હેકર્સે આપ્યો જવાબ

Hack Pakistani Website
216

પાકિસ્તાનની ૨૦૦ થી વધારે વેબસાઈટ હેક, ભારતીય હેકર્સે આપ્યો જવાબ, પુલવામા આતંકી હુમલા બાદ ભારતીય હેકર્સગ્રૂપે પાકિસ્તાન પર એક મોટો સાયબર હુમલો કર્યો છે. ભારતીય હેકર્સે ૨૦૦ થી વઘારે પાકિસ્તાનની વેબસાઈટને હેક કરી નાખી છે. હેકર્સ ગ્રૂપ આઈ ક્રુએ હેક કરેલી વેબસાઈટ ખોલતા જ ત્યાં પુલવામા શહીદ થયેલા જવાનોને શ્રદ્ઘાંજલી આપવામાં આવી છે. સળગતી મીણબતીની પોસ્ટ કરી દેવામાં આવી છે. તેમજ ભારતીય વાયુસેનાએ પોતાના યુદ્ધ વિમાનમાં તિરંગા સાથે ઉડાન ભરતા બતાવ્યા છે. તદઉપરાંત એક મેસેજ પણ પોસ્ટ કરવામાં આવ્યો હતો કે, પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફના જવાનોને શ્રદ્ધાંજલી.

આ ઉપરાંત એક એવો પણ મેસેજ પોસ્ટ કરવામાં આવ્યો છે કે, અમે ૧૪.૦૨.૨૦૧૯ ક્યારેય નહીં ભૂલીએ. સાયબર જગતના ઈતિહાસમા આ હુમલાને પાકિસ્તાનના સાયબર જગતનો સૌથી મોટો હુમલો માનવામાં આવી રહ્યો છે. પાકિસ્તાન મંત્રાલયના અઘિકારીએ વેબસાઈટ હેક થતા ભારતીય હેકર્સ પર હેકિંગ કરવાની આશંકા વ્યક્ત કરી છે.

પાકિસ્તાની વિદેશ મંત્રાલયની વેબસાઈટ હેક થઈ છે. મંત્રાલયનાં અધિકારીઓએ આ વાતની જાણકારી આપી હતી. પાક વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા મોહમ્મદ ફૈસલનાં જણાવ્યા પ્રમાણે, ઘણા દેશોનાં લોકોએ કહ્યું કે તેમની વેબસાઈટ ખૂલતી નથી. પાકિસ્તાની અધિકારીઓએ ભારત તરફથી હેકિંગની થયાની શંકાઓ જણાવી હતી.

શનિવારે મોડીરાત્રે પાકિસ્તાન વિદેશ મંત્રાલયની ઓફિશિયલ વેબસાઈટ હેક કરી લેવામાં આવી છે પાકિસ્તાન વિદેશ મંત્રાલયના પ્રવક્તા  મહોમ્મ્દ ફૈઝલે જણાવ્યું છે કે ઘણા દેશોના યુઝર્સની ફરિયાદ છે કે તે સાઈટ નથી ખોલી શકયા.ફૈઝલે જણાવ્યું  છે કે હોલેંડ,ઓસ્ટ્રેલિયા અને બ્રિટેન અને સાઉદી  અરબ  જેવા દેશોથી ફરિયાદ મળી હતી કે વિદેશ મંત્રાલયની વેબસાઈટ સુધી પહોંચી નથી શકતા.

અહી આપેલ વેબસાઈટ હેક કરેલ છે

https://sindhforests.gov.pk/op.html

https://mail.sindhforests.gov.pk/op.html,

https://pkha.gov.pk/op.html

https://ebidding.pkha.gov.pk/op.html,

https://mail.pkha.gov.pk/op.html

http://kda.gkp.pk/op.html,

http://blog.kda.gkp.pk/op.html,

http://mail.kda.gkp.pk/op.html,

https://kpsports.gov.pk/op.html,

https://mail.kpsports.gov.pk/op.html,

http://seismic.pmd.gov.pk/op.html

http://namc.pmd.gov.pk/op.html

http://rmcpunjab.pmd.gov.pk/FlightsChartFolder/op.html

http://ffd.pmd.gov.pk/modis/op.html

http://radar.pmd.gov.pk/islamabad/op.html,

http://pjm.pmd.gov.pk/cache/op.html

http://202.163.66.44:811/14-02-2019.html

http://www.urbanunit.gov.pk/upload/14-02-2019.php

https://opf.edu.pk/14-02-2019.php

Leave a Reply