તહેવાર

હનુમાન જયંતી ૨૦૧૯

હનુમાન જયંતી

Jay Veer Hanumanji
161

હનુમાન જયંતી એ ભારતીમાં ઉજવવામાં આવતો હિંદુ ધર્મનો મહત્વનો તહેવાર છે. આ પર્વ ભારતમાં ચૈત્ર સુદ પૂનમના રોજ મનાવવામાં આવે છે. આ શુભ દિવસને હનુમાનજીનો જન્મદિવસ તરીકે મનાવવામાં આવે છે.

શાસ્ત્રમુજબ ચૈત્ર માસના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિના એકાદશ રૂદ્રાવતાર હનુમાનજીનો જન્મ થયો હતો. પંચાગ મુજબ હનુમાનજીનો જન્મ પૂર્ણિમા તિથિ અને હસ્ત નક્ષત્રના સંયોગમાં થયો હતો.

હનુમાનજીના ગળામાં રહેલી જનોઈ બ્રાહ્મતેજનું પ્રતીક છે. હનુમાનજી શિવજીના અવતાર હોવાથી તેમનામાં લય કરવાનું સામર્થ્ય છે. રામભક્તિ કરતા કરતા તેમનામાં વિષ્ણુતત્ત્વ આવ્યું.

શનિવાર અને મંગળવાર આ દિવસો હનુમાનજીના દિવસ તરીકે માનવામાં આવે છે. આ દિવસે હનુમાનજીને સિંદૂર, આંકડાના પાન-ફૂલ અને તેલ ચડાવાની પ્રથા છે. કેટલાક સ્થાનો પર તો નારિયેળ ચડાવવાની પણ રૂઢિ છે.

હનુમાન જયંતી વોલપેપર, હનુમાન જયંતી ચિત્ર, હનુમાન જયંતી ફોટો, હનુમાન જયંતી છબી

સુંદર કાંડ, શ્રીહનૂમત્સ્તુતી, શ્રીહનુમદ્રક્ષાસ્તોત્રમ્, હનુમાન ચાલીસા, હનુમાનજી ભજન

શ્રીહનુમદષ્ટકં પાઠ, હનુમાનજી આરતી, હનુમાન ધ્યાન મંત્ર

Leave a Reply