હનુમાન જયંતી વોલપેપર, શાસ્ત્રમુજબ ચૈત્ર માસના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિના એકાદશ રૂદ્રાવતાર હનુમાનજીનો જન્મ થયો હતો. પંચાગ મુજબ હનુમાનજીનો જન્મ પૂર્ણિમા તિથિ અને હસ્ત નક્ષત્રના સંયોગમાં થયો હતો.
હનુમાનજીના ગળામાં રહેલી જનોઈ બ્રાહ્મતેજનું પ્રતીક છે. હનુમાનજી શિવજીના અવતાર હોવાથી તેમનામાં લય કરવાનું સામર્થ્ય છે. રામભક્તિ કરતા કરતા તેમનામાં વિષ્ણુતત્ત્વ આવ્યું.
શનિવાર અને મંગળવાર આ દિવસો હનુમાનજીના દિવસ તરીકે માનવામાં આવે છે. આ દિવસે હનુમાનજીને સિંદૂર, આંકડાના પાન-ફૂલ અને તેલ ચડાવાની પ્રથા છે. કેટલાક સ્થાનો પર તો નારિયેળ ચડાવવાની પણ રૂઢિ છે.
છબી સ્રોત : allfreshwallpaper.blogspot.com