ચૂંટણી

હાર્દિક પટેલ લોકસભાની ચૂંટણી લડી શકશે કે નહીં શકે

સુપ્રીમ કોર્ટ નો તાત્કાલિક સુનાવણી કરવા પર ઈન્કાર

Hardik Patel
283

હાર્દિક પટેલ લોકસભાની ચૂંટણી લડી શકશે કે નહીં શકે, સુપ્રીમ કોર્ટ નો તાત્કાલિક સુનાવણી કરવા પર ઈન્કાર, વહેલી અરજી પર ઈન્કાર. કોંગ્રેસના નેતા હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટે મોટો આંચકો આપ્યો છે. હાર્દિક પટેલની અરજી પર તત્કાળ સુનાવણી હાથ ધરવાની સુપ્રીમ કોર્ટે ઘસીને ના પાડી દીધી છે.

ચોથી એપ્રિલ લોકસભાની ચૂંટણી માટે ગુજરાતના ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. વિસનગર કેસમાં બે વર્ષની સજામાં જામીન પર છૂટેલો હાર્દિક દોષમાંથી મુક્ત થવા માંગે છે. જો કોર્ટ તેને દોષમુક્ત કરે તો જ તે ચૂંટણી લડી શકે તેમ છે. ત્યારે સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને કારણે હાર્દિકની મુશ્કેલીમાં વધારો થયો છે.

ગુજરાત હાઈકોર્ટે પાટીદાર નેતા હાર્દિક પટેલની અરજી નકારી કાઢી, ત્યાર બાદ કોંગ્રેસને મોટો ફટકો પડ્યો હતો. હાર્દિકે નીચલી અદાલત દ્વારા દોષિત જાહેર કર્યાના આદેશને સ્થગિત કરવાની માંગ કરી હતી. જેથી તે લોકસભા ચૂંટણી લડી શકે. કોર્ટનો આ નિર્ણય ગુજરાત કોંગ્રેસ માટે ફટકારૂપ છે, કારણ કે, કોંગ્રેસે હાર્દિકને જામનગરની લોકસભા સીટ પર લડાવવાનું વિચારેલ હતું.

વર્ષ ૨૦૧૫ માં પાટીદાર અનામત આંદોલન વખતે વિસનગર ખાતે તોડફોડના કેસમાં વિસનગર કોર્ટે ગયા વર્ષે હાર્દિક પટેલને બે વર્ષની સજા ફટકારી હતી. હાર્દિક પટેલ લોકસભાની ચૂંટણી લડવા માંગતો હોવાથી તેણે સજા માફી માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. હાર્દિકની આ અરજીનો ગુજરાત સરકારે વિરોધ કર્યો હતો. આ મામલે હાઇકોર્ટે હાર્દિક પટેલને ઝટકો આપતા સજા માફીનો ઇન્કાર કરી દીધો હતો.

Leave a Reply