ધર્મ

હરિચરણદાસજી મહારાજ

હરિચરણદાસ બાપુ

Haricharandasji Maharaj
424

હરિચરણદાસજી મહારાજ, હરિ ચરણદાસ બાપુ, પૂજ્ય હરિચરણદાસજી મહારાજનો જન્મ બિહારનાં ચંપારણ્ય જિલ્લામાં બ્રાહ્મણ કુળમાં કહેવાય છે. શ્રી ગુરુદેવને નાનપણથી જ સંસાર પ્રત્યે માયા ન હોવાથી ગૃહત્યાગ ખૂબ નાની વયે જ કર્યો હતો. પુત્રનાં લક્ષણ પારણાંમાં જ જોવા મળે છે તેમજ નાની ઉમરમાં તેમને ભક્તિમય જીવન વિતાવવાનું મન થઈ ગયું હતું.

૧૯૪૬માં પ્રયાગરાજ ગંગાકિનારે તેમણે નિશ્ચય કર્યો કે અહિયાં જે ગુરુ મળશે તેમની પાસેથી દિક્ષા લઈશ ત્રણ દિવસના ઉપવાસ પછી ઝાલર ટાણે એક સંત જે ગુરુદેવ રણછોડદાસજી જેવા જ દેખાતા હતા તેમણે દિક્ષા આપી અને અયોધ્યામાં રામ ઘાટ પર ભજન કરવા આદેશ આપ્યો હતો.

ઘણો લાંબો સમય જાનકી કુંડ તથા ચિત્રકૂટમાં વિતાવ્યા બાદ ૧૯૫૪ માં ગુરુદેવ ગોંડલ આવ્યા હતા. ત્યારે રણછોડદાસજી બાપુ ના આદેશથી રામ મંદિરની ગાદી સંભાળી ગોંડલની ધરા પર સેવાનો અવિરત યજ્ઞ શરૂ કર્યો. ત્યારથી લઇ આજ સુધી તેમના સેવાયજ્ઞ ની ફોરમ ગોંડલ જ નહીં પરંતુ ગુજરાતના સીમાડા વટાવી ચૂકી છે. ગોરા ખાતે આદિવાસી બાળકો માટે શાળા, હરી ધામ આશ્રમ ઋષિકેશ ખાતે અન્નક્ષેત્ર અને સ્વાસ્થ્ય શિબિરો ખાતે જલારામ અન્નક્ષેત્ર શરુ કર્યા. શ્રી રામ સાર્વજનિક હોસ્પિટલ જેવી અનેક પ્રવૃત્તિઓ દ્વારા શ્રી હરિચરણદાસજી મહારાજ શરુ કરાવેલ.

પૂજ્ય હરિચરણદાસજી મહારાજની અધ્યક્ષતામાં ચાલતી સંસ્થાઓમાંની શ્રી સદગુરુ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત શ્રી રામ સાર્વજનિક હોસ્પિટલમાં અલગ-અલગ વિભાગો માનવજાતિની સેવા માટે કાર્યરત છે જેમાં દર્દીઓને અનેકવિધ સુવિધાઓ આપવામાં આવી રહી છે. આંખનાં મોતિયાનું ઓપરેશન તદ્દન ફ્રી, જનરલ સર્જરી ના ઓપરેશન તદ્દન ફ્રી, સ્ત્રીરોગ વિભાગમાં નોર્મલ ડિલિવરી દવાઓ સાથે સ્ત્રી રોગને લગતા ઓપરેશન તદ્દન ફ્રી, દરેક પ્રસૂતાને શુદ્ધ ઘી તથા ડ્રાય ફ્રુટ સાથે એક કિલો કાટલુ તેમજ નવજાત શિશુ માટે બેબી કીટ મચ્છરદાની આપવામાં આવે છે.

પૂજ્ય હરિચરણદાસજી મહારાજ દ્વારા ગોંડલ ખાતે રામજી મંદિર, વાંકાનેર ખાતે સદ્દગુરૂ આનંદ આશ્રમ, વડોદરા ખાતે ટ્રસ્ટ, ગોરા ખાતે હરી ધામ આશ્રમ, અયોધ્યા ખાતે અભય દાશા હનુમાનજી મંદિર, બનારસ ખાતે સીતારામ આશ્રમ, ઇન્દૌર ખાતે આશ્રમ, રૂષિકેશ ખાતે મનોકામનાં હનુમાનજી મંદિર, રાજકોટ ખાતે બાલા હનુમાનજી મંદિર અને પાંડુ કેશ ખાતે જલારામ અન્નક્ષેત્ર જેવા અનેકવિધ સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે.

ગોંડલના રામજીમંદીરે રામનવમી અને ગુરુપૂર્ણિમા તેમજ નવરાત્રિ અને દિવાળી ચોપડાપૂજન લક્ષ્મીપૂજન અન્નકોટ જેવા અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો ઉજવવામાં આવી રહ્યા છે. ગુરુપૂર્ણિમા સિવાય દરરોજ રામજીમંદીરે ભોજન સતત ચાલુજ હોય છે. તેમજ આખું વર્ષ ભાવિકો દર્શન માટે અહી આવે છે.

Leave a Reply