ધર્મ

હરીરામ બાપા

પૂજ્ય સંત શ્રી હરીરામ બાપા

Hariram Bapa
454

હરીરામ બાપા, પૂજ્ય સંત શ્રી હરીરામ બાપા, ગુજરાતનાં રાજકોટ શહેરના જસદણ ગામે શ્રાવણ વદ-૧૩ વર્ષ ૧૯૩૩ ના રોજ થયેલો હતો. માતાનું નામ કુંવરબાઈ ઠકરાર અને પિતાનું નામ કાનજીભાઈ ઠકરાર હતું. હરિરામબાપા બચપનથી પ્રભુભકિતના રંગે રંગાયેલા છે.

મુખમાં રામનામ અને ભુખ્‍યાને અન્‍નદાન સદાય એ મંત્ર રટતાં અને રામભકિતમાં લીન રહેતા. નાગપુરમાં અન્‍નક્ષેત્રની ધજા બાંધનાર હરીરામ બાપા બચપનથી પ્રભુભકિતના રંગે રંગાયેલા હતા. પ્રભુભકિત એજ તેમના જીવનનો મંત્ર બની ગયો હતો. બાપાનો પરિવાર નાગપુરમાં વસે છે. તેમને પાંચ ભાઈઓ હતા બધાજ નાગપુરમાં રહે છે.

હરિરામબાપાએ નાગપુરમાં અન્‍નક્ષેત્રની શરૂઆત કરી હતી. પોતેજ પોતાના જાતે રસોઈ બનાવી ગરીબોને જમાડતા હતા. ઉનાળો, ચોમાસુ કે શિયાળો વર્ષના બારે માસ હરિરામબાપા પોતે જાતે વહેલી સવારે ઉઠીને રસોઈ કરે રોટલીઓ તૈયાર થાય એટલે ટોપલામાં નાખી અને દાળ, શાક દુધ ભરવાના કેનમાં લઈ આ રસોઈનાં ભરેલા વાસણો સાઈકલના કેરીયર પાછળ લટકાવીને તેઓ પોતે સાઈકલ ચલાવીને નાગપુર રેલ્‍વે સ્‍ટેશન પાસે આવેલા ગણેશ ટેકરીના મંદિર પાસે બેઠેલ ગરીબને ભરપેટ ભોજન કરાવતા.

લગભગ ૧૩ વર્ષ સુધી આ ક્રમ  ચાલ્‍યો પછી રઘુવંશી સમાજના ભાઈઓએ એક ટ્રસ્‍ટ બનાવી નાગપુરમાં ભવ્‍ય જલારામ મંદિર બનાવ્‍યું અને ત્‍યાં રામધુન અને અન્‍નક્ષેત્ર શરૂ કર્યું ત્યાર પછી છોટે જલારામ બાપા ના નામે ઓળખવા લાગ્યા પૂ. શ્રી હરિરામબાપા.

શ્રાવણ માસ દરમ્‍યાન તેઓ ઘેલા સોમનાથ રહે છે. શ્રાવણ ૧૩ જે તેમનો જન્‍મ દિવસ છે. તે દિવસે તેઓ ચોરાસી કરાવતા હતા. જયારે સૌરાષ્‍ટ્ર, કચ્‍છ, ગુજરાત અને ભારતભરમાં જયાં જયાં જલારામબાપાના મંદિરો અને અન્‍ય દેવસ્‍થાનો નિર્માણ પામે છે. ત્‍યાં ત્‍યાં છોટે જલારામ બાપાનું બિરૂદ પામેલા પ્રાતઃસ્‍મરણીય પૂ. શ્રી હરિરામબાપાની ભાવભેર પધરામણી કરાવતા હતા.

રામનામ મેં લીન હૈ દેખત સબ મે રામ, આ સુત્ર બાપાના જીવનમાં વણાઈ ગયું હતું. મુખે મેં રામ, દીન દુખિયા કો અન્‍ન દાન, આ મંત્ર હરિરામબાપાના જીવનમાં વણાઈ ગયેલો હતો. આ લોહાણા સંત અને છોટે જલારામથી પ્રખ્‍યાત છે. તે સંવત ૨૦૭૧ ના રોજ અમરેલી મુકામે સૂચક પરિવારને ત્‍યાં ભાગવત સપ્‍તાહની પૂર્ણાહુતિના દિવસે હાજરી આપવા પધારેલ અને અમરેલીના અતિ પ્રાચીન અને પૌરાણિક નાગનાથ મંદિરમાં પરિક્રમા કરતાં-કરતાં બ્રહ્મલોકની યાત્રાએ ચાલી નીકળ્‍યા.

Leave a Reply