જ્યોતિષ

શા માટે સુરજ ઢળ્યા પછી અંતિમ સંસ્કાર નથી થતો

જાણો તેનું પાછળ ધર્મશાસ્ત્રો અનુસાર નું કારણ

Hindu Agni Sanskar
440

શા માટે સુરજ ઢળ્યા પછી અંતિમ સંસ્કાર નથી થતો, હિંદુ ધર્મશાસ્ત્રો અનુસાર માનવીને જે સોળ સંસ્કારો આપવામાં આવે છે તેમાં સૌથી છેલ્લા હોય છે અંતિમ સંસ્કાર. પહેલા સંસ્કાર ગર્ભાધાન સંસ્કાર છે. જ્યારે માનવજીવન પૂર્ણ થઈ જાય ત્યારે છેલ્લે માનવીને અંતિમ સંસ્કાર આપવામાં આવે છે. તે સાથે જ આત્મા શરીર છોડી દે છે. કહેવાય છે કે મૃત્યુ પછી આત્મા નાભિથી સાત ફૂટ ઉંચે બહાર હોય છે. અને શરીર ની સાતે તે પણ નાશ પામે છે ત્યારે જ આત્મા મુક્ત થાય છે.

આત્મા પરલોક તરફ પ્રસ્થાન કરે છે. તેને મરણોપરાંત ક્રિયાઓનું ફળ મળે છે. વ્યક્તિને જ્યારે અંતિમ વિદાય આપવામાં આવે છે ત્યારે દાહ સંસ્કાર આપવામાં આવે છે. નશ્વર દેહ પંચત્વમાં વિલિન થાય છે. અગ્નિદાહ કરવાથી માનવ તમામ પ્રકારની મોહમાયા અને જીવનની જંજાળથી મુક્ત થઈને ભગવાનના ચરણોમાં સ્થાન પામે છે.

ધર્મશાસ્ત્રોમાં કહેવાયું છે કે દિવસ આથમી જાય પછી સ્વર્ગના કપાટ બંધ થઈ જાય છે અને નર્કના ખુલી જાય છે. તેથી દિવસ દરમિયાન અંતિમ સંસ્કાર આપવામાં આવે છે. જેથી તેને સ્વર્ગની પ્રાપ્તિનો માર્ગ મોકળો થાય છે તેવી માન્યતા છે.

ગરુડ પુરાણ અનુસાર માનવની મૃત્યુ કોઈ પણ સમયે થઈ શકે છે કારણ કે તે પરમાત્માને આધિન છે. આમછતાં તેમના અંતિમ સંસ્કાર દિવસના સમયે એટલે કે સૂર્યોદયથી લઈને સૂર્યાસ્ત સુધીમાં જ કરવામાં આવે છે. દિવસ ઢળ્યા પછી જો રાતે કોઈનું મૃત્યુ થઈ જાય તો સૂર્યોદય સુધી રાહ જોવામાં આવે છે. જો  અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત પછી કરવામાં આવે તો મરનારા વ્યક્તિને પરલોકમાં કષ્ટ ભોગવવા પડે છે. પછીના જન્મમાં તેના અંગોમાં કોઈ ખરાબી થઈ શકે છે. તેથી જ સૂર્યાસ્ત પછી દાહ સંસ્કાર ઉચિત માનવામાં આવતા નથી. મોક્ષ માટે દિવસમાં અંતિમ સંસ્કારનું વિધાન છે.

સૂર્યાસ્ત પછી જો કોઈનું નિધન થાય તો મૃત શરીરને એકલું ન છોડવું જોઈએ. કારણ કે મૃત વ્યક્તિની આત્મા અંતિમ સંસ્કાર ન થાય ત્યાં સુધી ત્યાં જ હોય છે. તે પોતાની નજીક રહીને તેમને જોતી હોય છે. એમ પણ કહેવાય છે કે મૃત્યુ પછી શરીરથી આત્મા પ્રસ્થાન કરી જાય છે અને ખાલી શરીરમાં કોઈ ખરાબ આત્મા પ્રવેશ ન કરી લે તે માટે મૃત શરીરને એકલું છોડવામાં આવતું નથી. વિધિ અનુસાર મૃત શરીરને તુલસીના છોડની પાસે રાખવાનું પ્રાવધાન છે અને ગાય ના છાણ ના લેપ પર સુવડા માં આવે છે જેથી કોઈ જીવ જંતુ તેના શરીર ને નુકસાન ન પહોચાડે અને સાતે ઘીનો દીવો પણ કરવામાં આવે છે તેથી કોઈ આત્મા તે શરીર માં પ્રવેશે નહિ.

યોગ્ય પ્રકારે વિધિ વિધાનથી અંતિમ સંસ્કાર કરવાથી આત્મા પરમાત્મામાં વિલિન થઈને દેવલોકની પ્રાપ્તિ કરે છે. જેથી તેને સ્વર્ગની પ્રાપ્તિનો માર્ગ મોકળો થાય છે. તે કારણે આત્મા ને કોઈ કષ્ટ નથી પડતી.

Leave a Reply