તહેવાર

હોળીની ઉજવણી

હોળીના પર્વની ઉજવણી

Happy Holi Wishes
146

હોળીની ઉજવણી, હોળીના પર્વની ઉજવણી, હોળીનો તહેવાર એવી રીતે ઉજવવો જોઈએ જેનાથી આપણે કારણે બીજી વ્યક્તિને કોઈ પણ જાતનુ મનદુ:ખ કે નુકશાન ન થાય, આવી રીતે હોળી ઉજવીશુ તો લોકો આવતા વર્ષે હોળી આવવાની આતુરતાથી રાહ જોવાશે.

ફાગણ શુક્લ અષ્ટમીથી પૂનમ સુધી આઠ દિવસ હોળાષ્ટક માનવામાં આવે છે. આ સાથે જ હોળી ઉત્સવ મનાવવાની શરૂઆત થઈ જાય છે. હોળી દહનની તૈયારી પણ આ દિવસથી શરૂ થઈ જાય છે. હોળીના દિવસે જરૂરી નથી કે આપણે લાકડા જ બાળવા જોઈએ, તે દિવસે તમે તમારુ જૂનુ ફર્નિચર, કાગળો વગેરે જેવી વસ્તુઓ પણ ભેગી કરીને બાળી શકો છો, પણ હોળી આવતા જ લોકો ગમે તે રીતે જોયા વગર ઘણીવાર લીલા ઝાડ પણ કાપી નાખે છે.

એક સાચા નાગરિક તરીકે આપણે આવા દિવસે કોરી હોળી રમવી જોઈએ. કુદરતે આપણને ઘણા કુદરતી રંગ આપ્યા છે. આ ઉપરાંત અબીલ, ગુલાલ વગેરે એવા રંગો છે જેનાથી કોઈ નુકશાન પણ નથી થતુ અને જેને કોરો લગાડીને પણ ધૂળેટી રમી શકાય છે.

જુદા જુદા રાજ્ય અને જુદા જુદા સમાજની જુદી જુદી પૂજા વિધિ હોય છે. તેથી હોળીકાનુ પૂજન પોતાની પારંપારિક પૂજા પધ્ધતિ અનુસાર જ કરવુ જોઈએ. હોળીની પૂજા વેડમી, સેવઈ જેવા પકવાનોથી પણ કરવામાં આવે છે.

Leave a Reply