તહેવાર

હોળીના રંગોનો મન સાથેનો સંબંધ

રંગનો તહેવાર એટલે ધુળેટી

Holi 2019
262

હોળીના રંગોનો મન સાથેનો સંબંધ, રંગનો તહેવાર એટલે ધુળેટી, જ્યારે કેસર-ક્યારિઓ સજીને હસવા લાગે, ઘઉંના ડૂંડાઓ ઝૂમવા લાગે છે. હોળી કે સુંગંધી, મદમસ્ત, ખુશી અને મસ્તીથી ભરેલો તહેવાર છે. કુદરત પણ આ રંગીલા તહેવાર પર અગણિત રંગ-બિરંગી સુગંધિત પ્રસાધનો ફૂલોના રૂપમાં સજવા-ધજવા માંડે છે.

આસમાની રંગ – આસમાની રંગ ધેર્યનુ પ્રતીક છે. વિશાળ ગગનનો આછો ભૂરો રંગ ધેર્યનુ પ્રતીક છે.

લીલો રંગ – લીલો રંગ ગતિ અને ચંચળતાનુ પ્રતિક છે. ખેતીને ચમકતી, ખીલતી જોઈને લીલા રંગને હર્ષ ઉલ્લાસ અને લીલોતરીનુ પ્રતિક માનવામાં આવ્યુ છે.

લાલ રંગ – કોઈ તાજા ખીલેલા ફૂલને જોઈને માનવીના મન જ્યારે આકુળ થઈ ગયો હશે ત્યારે તેના ચહેરા પર રક્તિમ આભા છવાઈ ગઈ હશે, ત્યારે લાલ રંગને જ રહસ્યાત્મકતાનુ પ્રતિક માની લેવાયુ હશે.

ગુલાબી રંગ – લાલ અને સફેદ રંગના મિશ્રણથી બનેલો રંગ એકદમ કોમળતાનુ પ્રતિક છે. કોમળતા પર તો સાહિત્યમાં અગણિત રચનાઓ લખાઈ ગઈ છે.

સફેદ રંગ – સફેદ ચંદ્ર, સફેદ સસલુ, સફેદ હંસ, આ બધા શાંતિ ઘરાવવાની સાથે માનવીના હૃદયમાં પણ શાંતિને જ પ્રસારિત કરે છે.

કેસરિયો રંગ – અંગારાઓથી બળતા ‘ટેસૂ વન’થી જ્યારે કોઈ રાજાની વિજયી સેના પસાર થઈ હશે અને એ જ રંગમાં રંગીને રાજાએ જ્યારે વિજય પતાકા લહેરાવી હશે. જ્યારે કાલાંતરે ઋષિ, મુનિ, સાધુ-સંત, સંન્યાસીએ આને ધારણ કર્યુ તો આ રંગની પ્રતિકાત્મકતા નક્કી થઈ ગઈ.

પીળો રંગ – જ્યારે ખેતરમાં પીળી સરસોનો પાક લહેરાવવા લાગ્યો તો ફૂલો-સરસોના સ્વાગતમાં ખુશીઓ ભર્યો ઉત્સવ ઉજવાય છે.

Leave a Reply