તહેવાર

હોળી રંગબેરંગી રંગોનું પર્વનું મહત્વ

રંગારંગ હોળીના પર્વનું મહત્વ

Holi Greeting
249

હોળી રંગબેરંગી રંગોનું પર્વનું મહત્વ, રંગારંગ હોળીના પર્વનું મહત્વ, ફાગણ પૂર્ણિમાએ હોળીના તહેવાર નિમિત્તે રંગોમાં ઉત્સાહ, મસ્તી અને ઉલ્લાસ પર્વ છે. હોળી તહેવાર ગરીબ-તવંગર અને નાના-મોટાના ભેદભાવ ભૂલી ને ઉજવવામાં આવે છે. આ દિવસ તો દુશ્મનને પણ ગળે મળવાનો દિવસ છે.

દુ:ખ અને નિરાશા દૂર કરીને જીવનમાં રંગો ભરનાર છે હોળી તહેવાર. સદભાવના અને મિત્રતા એકતાનો સંદેશો આપે છે. આ એક સામાજીક પર્વ તો છે જે એકતા અને બંધુત્વનો તહેવાર પણ છે. ભારતીય ઉત્સવોમાં કોઈકને કોઈક રીતે રંગો જોડાયેલા હોય છે.

ફાગણ સુદ આઠમથી પૂર્ણિમા સુધી હોળાષ્ટક મનાવવાં આવે છે, તેની સાથે હોળીના પર્વની શરૂઆત થાય છે. વૈદિક કાળમાં આ તહેવારને નવાન્નેષ્ટી તરીકે ઓળખવામાં આવતો હતો. હોળીના દિવસે હોળા તરીકે ઓળખાતા કાચાપાકા અનાજને યજ્ઞમાં હોમીને પ્રસાદ ગ્રહણ કરવાનો રીવાજ છે. યજ્ઞમાં હોળાનું દહન કરવામાં આવે છે તેના પરથી આ તહેવાર હોળી તરીકે ઓળખાવવા લાગ્યો.

હોળીને લઈને પ્રહલાદ, હિરણ્યાકશ્યપ અને હોલીકાની કથા તો જગપ્રસિદ્ધ છે જ, સાથે સાથે એવું પણ માનવામાં આવે છે કે શંકર ભગવાને ક્રોધિત થઈને કામદેવને ભસ્મ કરી નાંખ્યા ત્યારથી આ તહેવાર ઉજવવામાં આવે છે.

Leave a Reply