તહેવાર

હોલિકા દહન પૂજા વિધિ

હોલિકા પૂજન સામગ્રી અને મહત્વ

Holi HD Images
326

હોલિકા દહન પૂજા વિધિ, હોલિકા પૂજન સામગ્રી અને મહત્વ, હોળી તહેવાર ફાગણ મહિનાની પૂર્ણિમાના દિવસે મનાવવામાં આવે છે. આ વર્ષે હોળી 20 માર્ચ ને બુધવારે હોળીનું પર્વ છે. હિન્દુ પરંપરા મુજબ હોળીકા દહનથી પહેલા સાંજે હોળીની પૂજા કરી અને પછી હોળીકા દહન કરવામાં આવે છે. અને બીજા દિવસે ધુળેટી રંગવાળી હોળીનું પર્વ મનાવાય છે. હોલીકાની પૂજન વિધિ-વિધાનથી કરવાથી પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે.

હોલિકા પૂજન સામગ્રી

રોળી, કાચુ સૂતર, ચોખા, ફૂલ, હળદર, મગ, પતાશા, નારિયળ, ગુલાલ, ઘઉં, અને એક પાણીનો લોટો.

જાણો કઈ રીતે કરવી હોળીની પૂજા વિધિ

એક થાળીમાં પૂજાની બધી સામગ્રી લેવી અને સાથે એક પાણીનો લોટો પણ લેવું. ત્યારબાદ હોળી પૂજા સ્થળે પહોંચીને પૂજાની બધી સામગ્રી પર પાણી છાંટવું.

પૂજા કરવા માટે પૂર્વ કે ઉત્તરની મોઢું કરીને બેસવું જોઈએ. પૂજન કરવા માટે રોળી, કાચુ સૂતર, ચોખા, ફૂલ, સાબૂત હળદર, મગ, બતાશા, નારિયળ, છાણાની માળા(નાના-નાના છાણાની માળા) ગુલાલ, નવા ઘઉં વગેરે અને સાથે એક જળનો લોટો રાખવું જોઈએ આ બધા સામગ્રીથી પૂજા કરી. ત્યારબાદ હોલિકાના ચારે તરફ સાત કે પાંચ વાર પરિક્રમા કરવી જોઈએ.

સૂર્યાસ્ત પછી હોલિકા દહન કરાય છે.

હોલિકા દહન શુભ મૂહર્ત

20:58:38 વાગ્યાથી 24:23:45  વાગ્યા સુધી (23 કલાક અને 25 મિનિટ)

આવું માનવું છે કે હોલિકા દહન પછી બળેલી રાખને આવતી સવારે ઘર લાવું શુભ રહે છે.

Leave a Reply