ચૂંટણી

મતદાન પછી ઈવીએમ અને વીવીપીએટી મશીન કેવી રીતે સાચવામાં આવે છે

ઈવીએમ અને વીવીપીએટી મશીનની દેખભાળ કેવી રીતે કરાય છે

EVM and VVPAT
203

મતદાન પછી ઈવીએમ અને વીવીપીએટી મશીન કેવી રીતે સાચવામાં આવે છે, અને તેની દેખભાળ અને સાવચેતી કેવી રીતે કરાય છે, ૨૩ એપ્રિલ ના રોજ ગુજરાતની ૨૬ લોકસભાની ચુંટણી પૂરી થઈ ગઈ છે. મતદાન પછી ની પ્રક્રિયા શું હોય છે તે જાણીએ.

મતદાનમથકમાં છેલ્લો મતદાર વોટિંગ કરી લે એટલે પ્રિસાઇડિંગ ઓફિસર ‘ક્લૉઝ’નું બટન દબાવી દે છે, એ પછી કોઈ મત મશીનમાં નોંધાતો નથી. મશીનમાં કુલ કેટલાક મત પડ્યા છે, તેની માહિતી લેખિતમાં ત્યાં હાજર દરેક રાજકીય પક્ષોના પ્રતિનિધિને આપવામાં આવે.

ઈવીએમને બૉક્સમાં મૂકીને તેને સીલ કરી દેવામાં આવે છે. આ સિવાય ચૂંટણીપંચ દ્વારા આપવામાં આવેલી વિશિષ્ટ સિક્યૉરિટી સ્ટ્રિપ તેની ઉપર લગાવવામાં આવે છે. ચૂંટણી અધિકારી અને રાજકીય પક્ષોના પ્રતિનિધિ તેની ઉપર સહી કરે છે. આ મશીનને વચ્ચે સ્ટ્રૉંગરૂમ જમા કરાવવામાં આવે છે.

સ્ટ્રૉંગરૂમમાં અવરજવર માટે એક જ દરવાજો રાખવામાં આવે છે. વધારાના દરવાજાને ઈંટથી ચણીને બંધ કરી દેવામાં આવે છે. સ્ટ્રૉંગરૂમની ઉપર બે તાળાં મારવામાં આવે છે, એક તાળાની ચાવી સ્ટ્રૉંગરૂમના ઈન-ચાર્જ પાસે હોય છે, જ્યારે બીજા તાળાની ચાવી ઍડિશનલ ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટ પાસે હોય છે.

છબી સ્રોત: thepost24.com

Leave a Reply