જ્યોતિષ

સપનામાં આ ચીજો દેખાય તો ભાગ્યોદય જરૂર થશે

જ્યોતિષશાસ્ત્ર પણ માને છે કે આવી ચીજો બહુ શુભ શુકન થવાના સંકેતો છે

Sleeping Dream
459

સપનામાં આ ચીજો દેખાય તો ભાગ્યોદય જરૂર થશે, જ્યોતિષશાસ્ત્ર પણ માને છે કે આવી ચીજો બહુ શુભ શુકન થવાના સંકેતો છે. વિજ્ઞાન એનો સચોટ જવાબ તારવીને આપી જ દે છે કે, કોઈ વ્યક્તિ-વસ્તુ કે પરિસ્થિતીને નજર સમક્ષ વારંવાર વિચારતા હોય તો નિંદ્રાધીન અવસ્થામાં પણ અચાનક એ તરફ મગજના ચેતાકોષો વળી જવાના અને સપનામાં એજ ચીજો દેખાવાની. જ્યોતિષશાસ્ત્ર પર આધારિત આ વાત છે. સ્વપ્નમાં અમુક ચીજો જો દેખાય, તો જ્યોતિષશાસ્ત્ર માને છે બહુ શુભ શુકન થવાના એંધાણ છે.

સપનામાં જો સૂર્યોદય કે પ્રભાતનો પહોર જોવા મળે તો અતિ ઉત્તમ ગણાય છે. આવું સપનું દેખાય તો જીવનમાં કોઈ કષ્ટદાયક બાબતો આવવાની નથી. જીંદગીમાં દુ:ખો મટી જવાની આ નિશાની બતાવે છે.

જો સપનામાં અખરોટ દેખાય તો તેને શુકનવંતું માનવામાં આવે છે. જો અખરોટના સેવન અંગેનું હોય તો એ સૌથી ઉત્તમ છે.

જો ફૂલ ગાય, ગજ અને હંસ પણ જો સ્વપ્નમાં આવે તો શુભ નિશાની ગણવામાં આવે છે. તેમજ દરેક દુખોની વિદાય થશે.

જો સપનામાં આઇસક્રીમ, શ્રીખંડ કે એવી કોઈ ઠંડક દેનારી ચીજ દેખાય તો પણ માની લેવાનું કે કદાચ ભાગ્ય ઉઘડશે. ઠંડી વસ્તુઓના દર્શન સૂચવે છે કે જીવનમાં આવનારી મુશ્કેલીઓ ઓછી થશે અને સફળતાના દ્વાર ખુલશે.

જો સપનામાં તમે પૂજાપાઠ કરી રહ્યા હો એવું દેખાય. મંદિર કે ભગવાનની કોઈ મૂર્તિના દર્શન પણ બહુ લાભકારી માનવામાં આવે છે. તો માની લેવું કે તે વ્યક્તિ આર્થિક રીતે સધ્ધર થશે.

જ્યોતિષશાસ્ત્ર માને છે કે જો પોતાનું અવસાન થતું સપનું દેખાય તો સમજવાનો ખુજ એ ભાગ્યશાળી કેમકે વ્યક્તિ પર આવનારું સંકળ ટળી ગયું છે.

સપનામાં કોઈ સફેદ ચીજ જોવા મળે તો બહુ શુભ માનવામાં આવે છે. આપના પર આવનારું સંકટ ટળી ચૂક્યું છે. જીવનમાંથી તણાવ દૂર થવાનો શુભ સંકેત છે.

જેમ અજમો સ્વાસ્થય માટે તો ફળદાયી છે. તેમજ જો સ્વપ્નમાં દેખાય તો જ્યોતિષશાસ્ત્ર પણ તેને ફળદાયી માને છે.a

Leave a Reply