વિદેશ

ઈમરાન ખાને કહ્યું પુલવામા હુમલામાં અમારો હાથ નથી

પાકિસ્તાન વડાપ્રધાનની ભારતને ખુલ્લી ધમકી

Imran Khan
230

ઈમરાન ખાને કહ્યું પુલવામા હુમલામાં અમારો હાથ નથી, પાકિસ્તાન વડાપ્રધાનની ભારતને ખુલ્લી ધમકી, પુલવામા હુમલામાં પાકિસ્તાનનો હોવાનો ઈન્કાર. ઇમરાન ખાને કહ્યું કે, ભારતની સરકાર પાકિસ્તાન પર ખોટા આરોપ લગાવ્યા, પરંતુ સઉદી પ્રિન્સના પ્રવાસને લઈને અમે ધ્યાન ન આપ્યું.

અમે સ્થિરતા ઈચ્છીએ છીએ, તો એવામાં અમે શું કામ હુમલાનું ષડયંત્ર રચીશું? વધુમાં ઈમરાને કહ્યું કે, આતંકવાદના મુદ્દે પણ વાતચીત માટે તૈયાર છીએ. ભારત વિચારે કે કાશ્મીરના યુવકો મરવા-મારવા પર કેમ આવી ગયા? પાકિસ્તાન વડાપ્રધાને કહ્યું કે જ્યારે પાકિસ્તાન સ્થાયિત્વ તરફ જઈ રહ્યું છે, તો અમે કેમ આતંકવાદની તરફ જઈએ?

ઈમરાન ખાને કહ્યું ભારત સરકારને કહેવા માંગુ છું કે તમે વારંવાર પાકિસ્તાનને કેમ જવાબદાર ગણો છો. અમે સ્ટેબિલિટી ઈચ્છીએ છીએ. અમારું હવે નવું પાકિસ્તાન છે. તમે કોઈ પણ પ્રકારની તપાસ કરાવવા ઈચ્છો તો અમને જણાવો, અમે એકશન લઈશું. તે એટલા માટે લઈશું કેમકે કોઈ પાકિસ્તાનની જમીનનો ઉપયોગ કરી રહ્યું છે તો અમે કાર્યવાહી કરીશું.

ઈમરાને કહ્યું- “હું ભારતને કહેવા માંગુ છું કે તમારી પાસે જો કોઈ પુરાવા હોય તો હું ગેરંટી આપુ છું કે અમે કાર્યવાહી કરીશું. આવું કોઈના દબાણમાં નથી કરી રહ્યાં. અમે આતંકવાદ પર વાતચીત માટે તૈયાર છીએ. અમે આનાથી સૌથી વધુ પરેશાન છીએ.

ઈમરાને વધુમાં કહ્યું કે, “તમારે ત્યાં ચૂંટણીનો સમય છે. જો તમે ઈચ્છો છો કે પાકિસ્તાન પર કોઈ પણ પ્રકારનો હુમલો કરીશું તો પાકિસ્તાન રિટેલિએટ (જવાબી કાર્યવાહી) કરશે. આપણે બધાં જાણીએ છીએ કે જંગ શરૂ કરવાનું કામ સહેલું છે પરંતુ તેને ખતમ કરવાનું નહીં. આ કઈ તરફ જશે, તે તો અલ્લાહ જ જાણે છે.

Leave a Reply