ધર્મ

માં ખોડિયાર મંદિરમાં ચોરી થયા બાદ મગર દેખાયો

ચમત્કાર માનીને લોકોની દર્શન માટે ભીડ જામી

Crocodile
219

માં ખોડિયાર મંદિરમાં ચોરી થયા બાદ મગર દેખાયો, ચમત્કાર માનીને લોકોની દર્શન માટે ભીડ જામી, મહીસાગર જિલ્લાના પાલ્લા ગામનો બનાવ. અહિયાં ખોડિયાર માતાના મંદિરમાં ચોરીની ઘટના બની હતી. ચોરી થયા બાદ મંદિરમાં મહાકાય મગર ઘૂસી આવ્યો હતો. તેથી પાલ્લા ગામના લોકોમાં કુતુહુલ ફેલાઇ ગયું હતું. અને મગરના દર્શન માટે લોકોની ભીડ જામી હતી.

જો શ્રધ્ધા હોય તો ડર પણ ક્યાય દૂર જતો રહે છે. કોઈ જગ્યા પર સાપ નીકળે તો, કેટલાક લોકો તે સાપ પર કંકુ નાંખીને અગરબતી કરીને સાપની પૂજા કરે છે. જો વિશ્વાસ હોય તો કોઈ પણ પ્રકારના ડર વગર સાપને પગે પણ લાગે છે. હિંદુ દેવી દેવતાઓની સાથે સાથે તેમના વાહનોને પણ મંદિરમાં સ્થાન આપવામાં આવે છે. જેમકે ભગવાન શંકરના મદિરમાં નંદીને સ્થાન મળે છે. તેવીજ રીતે માતા ખોડિયારનું વાહન મગર છે.

મહીસાગર જિલ્લાના પાલ્લા ગામના મંદિર રાત્રીના સમયે ચોર પ્રવેશ્યા હતા અને દાનપેટીમાં પડેલા  રૂપિયા ચોરી કરીને ચોર ભાગી ગયા હતા. આ ઘટનાના બની ને થોડા જ કલાક બાદ મંદિરમાં મગર જોવા મળતા ચમત્કાર સમજીને લોકોના ટોળેટોળા મંદિરમાં એકત્ર થઇ ગયા હતા અને મગરને માતાજીએ મોકલ્યો હોવાની આસ્થા સાથે શ્રદ્ધાળુઓએ મગર પર કંકુ ચડાવ્યું હતું.

મંદિરમાં મગર હોવાની વાત જયારે લોકોને જાણવા મળી ત્યારે લોકો એવું માની બેઠા કે, મંદિરમાં ચોરી થયા પછી માતાજીએ આ મગરને મંદિરના સુરક્ષા માટે મોકલ્યો છે. મગર મંદિરમાં આવી જવાની ઘટનાને માતાજીનો ચમત્કાર સમજીને આસપાસના ગામના લોકો પણ મગરના દર્શન કરવા આવ્યા હતા અને શ્રધાલુંએ મગરની પૂજા પણ કરી હતી.

ખોડલમાતાના મંદિરમાં માતાજીનું મૂર્તિની સાથે મગરને પણ સ્થાન આપવામાં આવે છે. ત્યારે મહીસાગર જિલ્લાના પાલ્લા ગામમાં આવેલા ખોડીયાર માતાજીના મંદિરમાં મગર ઘુસી આવતા લોકો માતાજીનો ચમત્કાર સમજીને મગરના દર્શન કરવા ઉમટી પડ્યા હતા. એટલું જ નહીં કેટલા ભક્તો દ્વારા  મગર પર કંકુ અને હાર પણ ચડાવવામાં આવ્યો હતો.

Leave a Reply