જીવનશૈલી

કઈ દિશામાં માથું રાખીને સુવું જોઈએ

રાત્રે સુવા માટે શ્રેષ્ટ દિશા

Sleep Direction
870

કઈ દિશામાં માથું રાખીને સુવું જોઈએ, રાત્રે સુવા માટે શ્રેષ્ટ દિશા, હિન્દુ ધર્મમાં દરેક દિશાઓનું અલગ-અલગ મહત્વ છે. દરેક કાર્ય કરવાના સમય પણ નક્કી છે, અને કયા સમયે શું ખાવું, શું ન ખાવું તેનો પણ શાસ્ત્રોમાં ઉલ્લેખ છે.

વાસ્તુશાસ્ત્રમાં કહેવાયું છે કે તમે ઉત્તર દિશા સિવાય કોઈપણ દિશામાં માથું રાખીને સૂઈ શકો છો. હિન્દુ ધર્મમાં તો એવી પણ માન્યતા છે કે માત્ર મૃત શરીરને જ ઉત્તર દિશામાં માથું રાખીને સૂવડાવવામાં આવે છે. તેમજ વાસ્તુશાસ્ત્ર પાસે માનવીના જીવનનો દરેક સમસ્યાનો ઉકેલ મળી રહે છે.

જો દક્ષિણ દિશામાં માથું રાખીને સૂશો તો તે તમારા માટે શ્રેષ્ઠ રહેશે. દક્ષિણ દિશામાં માથું રાખીને સૂવાથી તમારી સંપત્તિમાં વધારો થાય છે. ઘરમાં ખુશીનો માહોલ રહે છે, અને તમારી પ્રતિષ્ઠા પણ વધે છે. એટલું જ નહીં, તમે સારી રીતે ઊંઘી પણ શકો છો, અને સવારે ઉઠશો ત્યારે એકદમ ફ્રેશ ફીલ કરશો.

પૂર્વ દિશામાં માથું રાખીને સૂવાથી તમારી યાદશક્તિ વધે છે. તમે કોઈપણ વસ્તુ પર સારી એવી એકાગ્રતા કેળવી શકો છો, અને તમારા સ્વાસ્થ્ય માટે પણ તે સારું રહેશે. માટે જ, વિદ્યાર્થીઓને પૂર્વ દિશામાં માથું રાખીને સૂવાની સલાહ આપવામાં આવે છે. કારણકે, સૂર્યોદય પણ આ જ દિશામાં થાય છે. આ દિશામાં માથું રાખીને સૂવાથી તમારા મસ્તિષ્કને સૌથી વધુ ફાયદો થશે.

જો તમે પશ્ચિમ દિશામાં માથું રાખીને સૂવાનું રાખશો તો તેનો પણ તમને ફાયદો જ થશે. વાસ્તુમાં કહેવાયું છે કે, પશ્ચિમ દિશામાં માથું રાખીને સૂવાથી તમારી પ્રતિષ્ઠા વધે છે. પશ્ચિમ દિશામાં ઊંઘવાથી સારી ઊંઘ પણ આવે છે. જોકે, તમારામાં આળસ વધે છે, અને મોટિવેશન પાવર પણ ઘટે છે. માટે, નવું કરિયર શરુ કરો ત્યારે પશ્ચિમ દિશામાં માથું રાખીને ન ઊંઘવાની સલાહ અપાય છે.

Leave a Reply