ક્રિકેટ

પાકિસતાન સાથે નહી રમે ભારત

સરકાર ના પાડશે તો વર્લ્ડ કપ નહી રમે ભારત બીસીસીઆઈ ના સૂત્રથી

BCCI
505

પાકિસતાન સાથે નહી રમે ભારત, સરકાર ના પાડશે તો વર્લ્ડ કપ નહી રમે ભારત બીસીસીઆઈ ના સૂત્રથી, વર્લ્ડ કપમાં મેચને લઇને સંશય યથાવત છે. પુલવામા હુમલા બાદ ભારત પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપમાં થનારી મેચને લઇને નક્કી નથી. તેવામાં બીસીસીઆઈ નાં સૂત્રોની માનીયે તો આ અંગે કેટલાંક સમય બાદ સ્થિતિ સ્પષ્ટ થશે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ આઈસીસી નું તેનાંથી કોઇ જ લેવા દેવા નથી. જો ભારતીય સરકારને લાગે કે અમારે પાકિસ્તાન સામેની મેચ ન રમવી જોઇએ તો અમે નહીં જ રમીયે.

ઇંગ્લેન્ડ અને વેલ્સમાં ૩૦  મેથી ૧૪ જુલાઇ સુધી વર્લ્ડ કપની મેચ રમવામાં આવશે. સૂત્રોની માનીયે તો, જો પાકિસ્તાન સાથે મેચ નહીં થાય તો તેને અંક મળી જશે. અને જો ફાઇનલમાં ભારત-પાકિસ્તાન સામ સામે આવ્યા અને ટીમ ઇન્ડિયા મેચ નહીં રમે તો પાકિસ્તાનની ટીમ વગર રમે જ ચેમ્પિયન બની જશે.

આસીસી ના સીઈઓ ડેવિડ રિચર્ડસને કહ્યું કે, રમત ખાસ કરીને ક્રિકેટમાં લોકોને નજીક લાવવા અને સમુદાયોને જોડાવની કમાલની ક્ષમતા ધરાવે છે અને અમે આજ આધારે અમારા સદસ્યો સાથે કામ કરીશું. હરભજને પોતાનો પક્ષ રાખ્ય પરંતુ આ નથી કીધું કે જો અમારે તેના વિરુદ્ધ સેમીફાઇનલ કે ફાઇનલ રમવું પડે તો શું અમે નહીં રમીયે, આપણે કાલ્પનિક સ્થિતિ પર વાત કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે, 1999 વિશ્વકપમાં ભારત-પાકિસ્તાન વિરુદ્ધ મેચ રમાઈ હતી ત્યારે કારગિલ યુદ્ધ થયું હતુ.

ઉલ્લેનીય છે કે, પુલવામા હુમલાને ધ્યાનમાં લેતા હરભજન સિંહે કહ્યું હતું કે, ભારતે 16 જૂનના રોજ માનચેસ્ટરમાં પાકિસ્તાન વિરૂદ્ધ રમાનાર મેચ નહીં રમવી જોઈએ. હરભજને કહ્યું કે, ભારત માનચેસ્ટરમાં પાકિસ્તાન વિરૂદ્ધ મેચ ગુમાવી દે તો પણ એટલી મજબૂત ટીમ છે કે વર્લ્ડ કપ જીતી શકે છે.

Leave a Reply