ક્રિકેટ

ભારત અને પાકિસ્તાન સેમિ ફાઇનલમાં સામસામે ટકરાશે

ભારત અને પાકિસ્તાન હવેના દરેક મેચ જીતી જાય તો

India vs Pakistan Semi Final
404

ભારત અને પાકિસ્તાન સેમિ ફાઇનલમાં સામસામે ટકરાશે, ભારત અને પાકિસ્તાન હવેના દરેક મેચ જીતી જાય તો ફરી સામસામે જોવા મળશે. ઇંગ્લેન્ડ અને વેલ્સમાં ચાલી રહેલો ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૧૯ રોમાંચક બનવા લાગ્યો છે. મંગળવારે ઇંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં હાર બાદ પાકિસ્તાન અને શ્રીલંકા તથા બાંગ્લાદેશની ટીમોની સેમી ફાઇનલમાં પહોંચવાની શક્યતાઓ વધવા લાગી છે.

જો પાકિસ્તાન સેમી ફાઇનલમાં પહોંચે  તો ફરી એકવાર ભારત અને પાકિસ્તાનનો મેચ જોવા મળી શકશે. બંને દેશોના ક્રિકેટ પ્રેમીઓ માટે આ મોટા સમાચાર છે. પરંતુ આ ક્યારે શક્ય બનશે જો ભારત અને પાકિસ્તાન પોતાના હવેના દરેક મેચ જીતી જશે તો ફરી એક રોમાંચક મેચ ક્રિકેટ પ્રેમી માટે ઉત્સવ બની રહેશે. જયારે આ મેચ સેમીફાઈનલ મેચ હશે તો વધારે રોમાંચ જોવા મળશે.

પાકિસ્તાનના અત્યારે ૭ મેચમાં ૭ પોઇન્ટ છે અને બાકી રહેલી બે મેચોમાં જો પાકિસ્તાન જીતશે અને ઇંગ્લેન્ડ બંને મેચ અથવા એક મેચ હારી જાય તો પાકિસ્તાનની ટીમ માટે સેમિ ફાઇનલમાં પહોંચવાની સંભાવના વધી જશે. જયારે હવે પાકિસ્તાનને બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન સાથે રમવાનું રહશે જે પાકિસ્તાન માટે જીતવું સરળ રહશે. એવું પણ નથી કે બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન નબળી ટીમ છે તે પણ ઘણી મહેનત કરે છે.

ભારતના હાલ ૫ મેચમાંથી ૯ પોઇન્ટ છે. ભારત જો બાકી રહેલી તમામ મેચો જીતી જાય છે તો તે ૧૭ પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવી લેશે. પાકિસ્તાન જો બને મેચો જીતે તો તે પણ ચોથા ક્રમ પર રહેશે. આવી સ્થિતિમાં ભારતની ટીમે ચોથા ક્રમની પાકિસ્તાન સામે સેમિ ફાઇનલ મેચ રમવી પડશે. પરંતુ જો ભારત બીજા સ્થાન પર રહેશે તો તેણે ત્રીજા ક્રમની ટીમ સામે સેમિ ફાઇનલ મેચ રમવી પડશે. જયારે હવે ભારતને ઇંગ્લેન્ડ, વેસ્ટઇન્ડીઝ, બાંગ્લાદેશ અને શ્રીલંકા સાથે મેચ રમવાનો બાકી છે.

Leave a Reply