શહેર

મોરબીના સીરામીક એકમો પર આઇટીનું મેગા ઓપરેશન

કોરલ, કેપ્શન, કલેસ્ટોન સહિતની પેઢીઓમાં બે નંબરી હિસાબનું સાહિત્ય કબ્જે

Income Tax Office
231

મોરબીના સીરામીક એકમો સહિત ૩૮ સ્થળોએ આઇટીનું મેગા ઓપરેશન, કોરલ, કેપ્શન, કલેસ્ટોન સહિતની પેઢીઓમાં બે નંબરી હિસાબનું સાહિત્ય કબ્જે. મોરબીના આશરે ૩૮ સ્થળોએ આજે રાજકોટ આઇ.ટી. વિભાગે બોગસ બીલીંગ પર દરોડા પાડયા છે. જેમાં ૩૪ એકમોમાં સર્ચ એકશન જયારે ૪ એકમોમાં સર્વે હાથ ધરાયો છે. જાણીતા એકમો કેપ્શન, કોરલ, કલેસ્ટોન, ક્રિષ્ના સહીતના પરિસરોમાં છેલ્લા ઘણા સમયથી બોગસ બિલીંગ ચાલી રહ્યું હતું.

આઇ.ટી. વિભાગના આજના દરોડોમાં સૌથી મોટા અને જાણીતા ગુપ એવા કોરલ અને કેપ્શનમાંથી જ સૌથી વધુ કરોડોનો બોગસ હિસાબ ઝડપાવાની સંભાવના છે. આ બન્ને ગ્રુપના ભાગીદારીના રહેણાંક બંગલામાં પણ તપાસનો ધમધમાટ શરુ થયો છે. અને લાખોની કરચોરી બહાર આવે તેવું લાગી રહ્યું છે.

મોરબીના જાણીતા સીરામીક એકમો અને બંગલામાં મોટુ ઓપરેશન હાથ ધર્યુ છે. એકમોના મળતા નામો મુજબ કેપ્શન, કોરલ સીરામીક, ક્રિષ્ના, કલેસ્ટોન જેવી જાણીતી ફાઇનાન્સ પેઢીઓનો પણ સમાવેશ થાય છે. ઇન્વેસ્ટીઝેશન ટીમે આજે સવારથી જ મોરબીમાં સપાટો બોલવતા કરોડોનો બે નંબરી હિસાબ બહાર આવવાની શકયતા જણાઇ રહી છે.

ઇન્વેસ્ટીગેશન ટીમના કમીશ્નર રાજેશ મહાજનના માર્ગદર્શન હેઠળ રાજયના મેગા સીટી સુરત, વડોદરા, રાજકોટ, જામનગરની આઇ.ટી. ટીમો દોડતી થઇ હતી. રાજેશ મહાજનની સુચનાથી રપ થી વધુ ગાડીઓ સર્ચ સર્વે ઓપરેશન હાથ ધરવા દોડતી થઇ હતી.

Leave a Reply