બોલિવૂડ

અમિતાભની ‘જુંડ’ની રીલિઝ ડેટ જાહેર

જેમાં તે ફૂટબોલ કોચના પાત્રમાં જોવા મળશે

Jhund
156

અમિતાભની ‘જુંડ’ની રીલિઝ ડેટ જાહેર, જેમાં તે ફૂટબોલ કોચના પાત્રમાં જોવા મળશે, અમિતાભે આ આખી ફિલ્મનું શૂટિંગ નાગપુરમાં કર્યું છે. બોલિવૂડ અભિનેતા અમિતાભ બચ્ચને હાલમાં જ તેમની આગામી ફિલ્મ ‘જુંડ’નું શૂટિંગ પૂરું કર્યું છે. મરાઠી ફિલ્મ ‘સેરાટ’ ડાયરેક્ટ કરનારા નાગરાજ મંજુલા આ ફિલ્મના ડાયરેક્ટર છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન એક ફુટબોલ કોચની ભૂમિકામાં જોવા મળશે.

અમિતાભની આ ફિલ્મ ૨૦ સપ્ટેમ્બરે રીલિઝ થશે. આ ફિલ્મમાં ‘સેરાટ’ની સુપરહિટ જોડી રિંકુ રાજગુરુ અને આકાશ ઠોસર પણ અમિતાભ બચ્ચન સાથે સ્ક્રીન શેર કરતાં નજરે પડશે. તેઓ બન્ને ફિલ્મમાં ફુટબોલ ટીમ્સના કેપ્ટન તરીકે જોવા મળશે.

આ વર્ષે અમિતાભ બચ્ચન કેટલીક અન્ય ફિલ્મ્સમાં પણ જોવા મળશે. જેમાં જુંડ, બદલા, બ્રહ્માસ્ત્રનો પણ સમાવેશ થાય છે. આજકાલ અમિતાભ બચ્ચન અભિનેતા રણબિર કપૂર અને આલિયા ભટ્ટ સાથે ફિલ્મ બ્રહ્માસ્ત્રનું શૂટિંગ મુંબઇમાં કરી રહ્યાં છે. હવે જોવાનું રહ્યું કે અમિતાભની આ બધી ફિલ્મ્સ બોક્સ ઓફિસ પર કેટલી ધમાલ મચાવે છે.

Leave a Reply