વેપાર

જિયો ગીગા ફાઈબર ૫ સપ્ટેમ્બરથી શરૂ

હવે ફિલ્મ રિલીઝ બાદ તરત જ ઘરે બેઠા જોઈ શકશો

Jio GigaFiber
603

જિયો ગીગા ફાઈબર ૫ સપ્ટેમ્બરથી શરૂ, હવે ફિલ્મ રિલીઝ બાદ તરત જ ઘરે બેઠા જોઈ શકશો, જાણો શું મફત આપશે અને તેની કિંમત તથા પ્લાન. દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે પોતાના ગ્રાહકોને સૌથી મોટી ભેટ આપી છે. હવે તમે ઘર બેઠા સેટ ટોપ બોક્સની મદદતી વીડિયો કોલ કરી શકશો. આ માટે સેટ ટોપ બોક્સને ગીગા ફાઇબર નેટવર્ક સાથે જોડવામાં આવશે.

ગીગાફાઇબરનું કનેક્શન લેનારા ગ્રાહકોને હાઈસ્પીડ બ્રોડબેન્ડ ઉપરાંત લેન્ડલાઇન કોલિંગ, જિયો આઈપીટીવી સાથે સ્માર્ટ હોમ સોલ્યુશનનો એક્સપીરિયન્સ મળશે. કંપની પાછલા અનેક મહિનાથી દેશના કેટલાક પસંદગી કરાયેલા શહેરોમાં તેની ટેસ્ટિંગ કરી રહી છે. થોડા દિવસ પહેલા જ કંપનીના ચેરમેન મુકેશ અંબાણીએ એક ઇવેન્ટમાં કહ્યું હતું કે ગીગાફાઇબરની ટ્રાયલ પૂર્ણ થઈ ચૂકી છે. હવે તે ભારતના ૫ કરોડ યૂઝર્સને સ્માર્ટહોમ સોલ્યુશન દેવા માટે પૂરી રીતે તૈયાર છે.

ગીગાફાઇબર અંતર્ગત દેશના નાના-મોટા ૧૧૦૦ શહેરોને જોડવામાં આવશે. આ બ્રોડબેન્ડ સર્વિસ અંતર્ગત રાઉટર, સેટટોપ બોક્સ અને સ્માર્ટ હોમ સોલ્યુશન્સની સુવિધા મળશે. બ્રોડબેન્ડ સર્વિસ ઇન્સ્ટોલ કરવામાં માત્ર એક કલાકનો સમય લાગશે. તેનાથી આખુ ઘર હાઇટેક અને સ્માર્ટ બની જશે.

આ પ્રસંગે મુકેશ અંબાણીએ અત્યાર સુધીના સૌથી મોટા વિદેશી રોકાણની પણ જાહેરાત કરી. રિલાયન્સ અને સાઉદી અરેબિયાની કંપની સાઉદી અરામકો વચ્ચે જોડાણ થયું છે. જે મુજબ રિલાયન્સના ઓઇલ અને કેમિકલ ડિવિઝનમાં સાઉદી અરામ્કો ૨૦ ટકાનું રોકાણ કરશે.

રિલાયન્સની એજીએમ માં કરવામાં આવેલી જાહેરાત પ્રમાણે આગામી પાંચમી સપ્ટેમ્બરના રોજ જિઓ ગીગાફાઈબર સેવા લોંચ કરવામાં આવશે. જિઓ ફાઇબરનો પ્લાન ૧૦૦ એમબીપીએસ થી શરૂ થશે, જેની મહત્તમ ઝડપ ૧ જીબીપીએસ હશે. જિઓ ગીગાફાઈબર ના તમામ પ્લાનમાં વોઇસ કોલ હંમેશા મફત રહેશે. જિયો ફાઇબર પ્લાન મહિને રૂ. ૭૦૦ થી રૂ. ૧૦,૦૦૦ સુધી રહેશે.

મુકેશ અંબાણીનું કહેવું છે કે રિલાયન્સ રિટેલ દેશમાં રિટેલ ક્રાંતિ લાવ્યું છે. રિલાયન્સ રિટેલ પાસે દર કલાકે ૧ લાખ ગ્રાહક છે. રિલાયન્સ રિટેલે દરરોજ આઠ નવા સ્ટોર ખોલ્યા છે. રિલાયન્સ રિટેલમાં ૧.૩૦ લાખનું ટર્નઓવર છે. રિલાયન્સ રિટેલે ૨૪ સેકન્ડમાં એક ટીવી વેચ્યું છે. રિલાયન્સ રિટેલનું ટોપ ૨૦ માં આવવું લક્ષ્ય છે. ટોપ ૧૦૦ ગ્લોબલ રિટેલર્સમાં રિલાયન્સ રિટેલ સામેલ છે. રિલાયન્સ ત્રણ કરોડ નાના રિટેલર્સ સાથે જોડાયેલું છે.

તેમજ મુકેશ અંબાણી દ્વારા કહેવામાં આવ્યું કે તેમને માઈક્રોસોફ્ટ ની સાથે પણ તેમને ભાગીદારી દ્વારા ડાટા કલાઉડ ની પણ શરૂઆત કરી છે.

Leave a Reply