ધર્મ

ધ્યાનશંકર મુક્તિનારાયણ

જોગ ડુંગરી બાપુ

Shri Jog Dhyanpura
779

ધ્યાનશંકર મુક્તિનારાયણ, જોગ ડુંગરી બાપુ, સૌરાષ્ટ્રની ભૂમિ એટલે સ્તીઓ, શૂરવીરો અને હરી દર્શનાભિલાસીઓની ભોમકા કહેવાય છે. ગુરુ શ્રી ધ્યાનશંકર મુક્તિનારાયણ વર્ષો પહેલા મોરબી વાંકાનેર વચે આવેલ જોગ ડુંગરી જે એક પહાડ હતો જે મચ્છુ નદીના કિનારે આવેલ ત્યાં વસવાટ કરેલ. શ્રી ધ્યાનશંકર મુક્તિનારાયણ નો જન્મ બિહાર ના દરભંગા જીલ્લામાં થયો હતો. તેમનો દેહવિલય થાનગઢ માં ૩૦-૦૪-૧૯૭૭ સવંત ૨૦૩૩ વૈશાખ સુદ ૧૧ ને શનિવારે બપોરે ૧૨ કલાકે થયો હતો.

જોગ ડુંગરી એટલે ભયંકર જગ્યા કહેવાતી કેમ કે ત્યાં બાવન વીર અને ચોસઠ જોગણીનું સ્થાન હતું. તેથી આ જગ્યામાં માણસ કે જાનવર પણ જઈ શકે નહિ. પણ બાપુના આવવાથી અને તપશ્ચર્યા કરેલ હતી તેથી જોગ ડુંગરી જગ્યા પવિત્ર થઈ ગઈ અને લોકો ત્યાં આવવા લાગ્યા અને રોજ દિવસ રાત ધૂન ભજન કરવા લાગ્યા હતા.

જોગ ડુંગરીની જગ્યા મોરબીના રાજા લખધીર વાઘજીએ ત્રંબાના પતરા ઉપર લખીને અર્પણ કરી હતી. સમય જતા ગુજરાત સરકારે ત્યાં મચ્છુ ડેમ ૨ નિર્માણ કરવાનું નક્કી કર્યું તેથી બાપુને જોગ ડુંગરી જગ્યા ખાલી કરાવી અને તેમને લજાઈ ગામમાં જગ્યા આપી જે મોરબીથી ૮ કિમી દુર છે. ત્યારે બાપુ એ કીધું હતું આ બંધથી મોરબીનું એક દિવસ “અકલી બકલી હો જાયેગી” અને ૧૧-૦૮-૧૯૭૯ ના દિવસે ડેમ તુટ્યો અને મોરબીમાં હોનારત આવી હતી.

બાપુને ૧૯૭૫ ની સાલની આસપાસ પંચાલ ભૂમિ ક્ષેત્રે આશ્રમ બનાવવાની ઈચ્છા થઈ તેથી તેમને ઉષા ટ્રાન્સપોર્ટ વાળા દયારામભાઈ જોષી પાસેથી વેચાણે લીધી હતી. ત્યાર બાદ થાનમાં તેમને આશ્રમની સ્થાપના કરી અને અંતિમ સમય સુધી ત્યાંજ વાસ કર્યો.

સમય જતા તેમની તબિયત બગડતી ગઈ તેમને પોતાના છેલા ૯૦ દિવસ સુધી અન્ન ત્યાગ કરી દીધો હતો. તેઓ વારંવાર કહેતા હતા કે વૈશાખ સુદ ૧૧ કો કુછ હોને વાલા હૈ અને ખરેખર તેવુજ બન્યું તે દિવસે બાપુનો દેહ વિલય થયો હતો.

થાનમાં આજે પણ અન્નક્ષેત્ર ચાલે છે અને ત્યાં ખુબજ મોટું આશ્રમ આવેલ છે. અહી વૈશાખ સુદ ૧૧ અને ગુરુ પૂર્ણિમા ના દિવસે ખુબજ લોકો દર્શને આવે છે. તેમજ દરેક તહેવારમાં પણ ખુબજ મોટી સંખ્યામાં લોકો દર્શને આવે છે. અહિયાં ખુબજ સરસ ગૌશાળા પણ આવેલી છે. તેમજ લોકોને રહેવા માટે સરસ વ્યવસ્થા પણ છે.

This slideshow requires JavaScript.

Leave a Reply