તહેવાર

જૂનાગઢ શિવરાત્રી મેળો, મિની કુંભ મેળો

ભવનાથ મહાદેવનો મેળો, મૃર્ગીકુંડ માં સાધુ-સંતો કરશે શાહી સ્નાન

Junagadh Shivratri Mela
492

જૂનાગઢ શિવરાત્રી મેળો, મિની કુંભ મેળો, ભવનાથ મહાદેવનો મેળો, મૃર્ગીકુંડ માં સાધુ-સંતો કરશે શાહી સ્નાન, નાગા બાવાઓનો અલગ અંદાજ. રાજ્ય સરકાર દ્વારા શિવરાત્રી મેળા ને લઘુકુંભ જાહેર કરાયો છે. જૂનાગઢના ગિરનાર તળેટીમાં આવેલા ભવનાથ મહાદેવ મંદિર ખાતે શિવરાત્રીનો મેળો જોવા લોકો દેશ વિદેશથી અહી આવે છે.

ગુજરાત રાજ્યપાલ ઓ.પી.કોહલી તથા સંતો મહંતો ભવનાથ મહાદેવ મંદિરના હરીગીરીબાપુ, મહામંડલેશ્વર ૧૦૦૮ વિશ્વંભારતીબાપુ, મોટા પીરવાવ તનસુખગીરીબાપુ, રૂદ્રેશ્વર જાગીરભારતીબાપુ, ઈન્દ્રભારતીબાપૂ, ગોરખનાથ આશ્રમના શેરનાથબાપુ, નાના પીરબાવાના ગણપતગીરીબાપુ, મહેન્દ્રગીરી બાપુ સહિતના સંતો મહંતોએ પૂજન અર્ચન કરી ભવનાથ મહાદેવને ધ્વજા રોહણ કરી મેળાનો વિધિવત શુભારંભ કર્યો.

આ મેળામાં મોટી સંખ્યામાં સાધુઓ જોડાયા છે. ભવનાથ મહાદેવના સાંનીધ્યે આવેલ મૃર્ગીકુંડ ખાતે શાહી સ્નાન સાથે મેળાની પૂર્ણાહુતિ થશે. શિવરાત્રી કુંભ મેળાના અંતિમ દિવસે મોટી રાતે રવેડી નિકળશે. જેમાં જૂના પંચ દશનામ અખાડા, આહવાન અખાડા, અગ્નિ અખાડા સહિતના અખાડાના સાધુ-સંતો, સન્યાંસીઓ જોડાશે.

ગિરનાર માં કેટલા દેવી-દેવતા – સાધુ-સંતોનું અહીં સ્થાનક છે?

૩૩ કરોડ દેવતા

૯ નાથ

૬૪ યોગિની (જોગણી)

૮૪ સિદ્ધ

બાવન વીર

ગિરનારની વય ૨૬ કરોડ વર્ષ છે – અર્થાત્ હિમાલય કરતાં તે જૂનો છે!

Leave a Reply