જ્યોતિષ

કાલસર્પ દોષ એટલે શું

કાલસર્પ દોષનું નિવારણ કેવી રીતે કરવું

Kaal Sarp Dosh
268

કાલસર્પ દોષ એટલે શું, કાલસર્પ દોષનું નિવારણ કેવી રીતે કરવું, કાલસર્પ દોષ એ એક એવો યોગ છે કે જે પૂર્વ જન્મનો દોષ કહી શકાય. પૂર્વ જન્મના કોઈ અપરાધ કે દંડ કે શ્રાપના ફળસ્વરૂપ તે જન્મકુંડળીમાં જોવા મળે છે. જ્યારે કુંડળીમાં સાત ગ્રહ રાહુ અને કેતુ વચ્ચે હોય તો તે ઘાતક કાલસર્પ યોગ બને છે.

કાલસર્પ દોષ વ્યક્તિ આર્થિક અને શારીરિક રૂપે પરેશાન તો થાય છે સાથે જ સંતાન સંબંધી કષ્ટ પણ રહે છે. તેને હંમેશા આર્થિક સંકટ ઘેરી લે છે. તેને અનેક પ્રકારના રોગ સતાવતા રહે છે. બનતા કામ બગડી જાય છે કે પછી તેમા અવરોધ ઉભો થાય છે. આવી વ્યક્તિના જીવનમાં ઉતાર ચઢાવ જોવા મળે છે.

રાહુના અધિદેવતા કાળ છે અને કેતુનો અધિદેવતા સાંપ છે . આ બન્ને ગ્રહોના વચ્ચે કુંડળીંની એક બાજુ બધા ગ્રહ હોય તો કાલસર્પ દોષ કહેવાય છે. રાહુ-કેતુ હમેશા વક્રી ચાલે છે. અને સૂર્ય ચંદ્રમાર્ગી. જયોતિષ મુજબ કાલસર્પ દોષ ૧૨ પ્રકારના છે. અનંત, કુલિક, વાસુકિ, શંખપાલ, પદ્મ, મહાપદ્મ, તક્ષક, કર્કોટક, શંખનાદ, ઘાતક, વિષાક્ત, શેષનાગ.

નાગપંચમીના દિવસે કાલસર્પ દોષની શાંતિ માટે નાગ અને શિવની વિશેષ પૂજા અને ઉપાસનાથી જીવનમાં આવી રહેલ અવરોધો દૂર થઈ શકે છે. તેની વિધિ નદીના કિનારે કે શંકરજીના મંદિરમાં કરવા જોઈએ. ઉજ્જૈનમાં મહાકાલ અને નાસિકમાં ત્રયંબકેશ્વર સૌથી સિદ્ધ સ્થાન છે. કાલસર્પ યોગથી પીડિત જાતકને આ સ્થાન પર જઈને દર્શન પૂજા અર્ચના કરવી અસરકારક રહેશે.

નાગ પંચમીના દિવસે શિવનો અભિષેક કરતી વખતે ચાંદીના નાગ-નાગિનની જોડી શિવલિંગ પર ચઢાવી દો. પછી અભિષેકની સમાપ્તિ પર તેને તાંબાના પાત્રમાં વિસર્જિત કરીને એ પાત્રને અભિષેક કરનારા પંડિતને દાનમાં આપી દો. તેનાથી કાલસર્પ દોષથી રાહત મળે છે.

નાગ પંચમીના દિવસે ૧૧ નારિયળ વહેતા પાણીમાં પ્રવાહિત કરો. તેનાથી કાલ સર્પ દોષથી મુક્તિ મળે છે.

જે જાતકને કાલ સર્પ દોષ હોય તેણે નાગની આકૃતિવાળી અંગૂઠી જરૂર ધારણ કરવી જોઈએ.

નાગ પંચમીના દિવ્સે અને દરેક મહિને શુક્લ અને કૃષ્ણ પક્ષની પંચમીના દિવસે “ૐ કુરુકુલ્યે હું ફટ સ્વાહા” મંત્રનો જાપ જરૂર કરો.

શ્રાવણના મહિનામાં 30 દિવસ અને દર સોમવારે મહાદેવનો અભિષેક કરવાથી કાલસર્પ દોષથી મુક્તિ મળશે.

મહાદેવની રોજ પૂજા અર્ચના તેમજ “ૐ નમઃ શિવાય” મંત્ર બોલવાથી પણ શાંતિ મળે છે.

Leave a Reply