ધર્મ

કૃષ્ણના વૈકુંઠવાસ સાથે જ કળિયુગ શરૂ થયો

દ્વાપર યુગનો અંત આવી ગયો

Kaliyuga
385

કૃષ્ણના વૈકુંઠવાસ સાથે જ કળિયુગ શરૂ થયો, દ્વાપર યુગનો અંત આવી ગયો, આજથી આશરે ૫૦૦૦ હજાર પૂર્વે  શ્રી કૃષ્ણનો વૈકુંઠવાસ સાથે દ્વાપર યુગ પૂરો થયો. જ્યારે કળિયુગ પોતાના પ્રસાર કરવા પગ જમાવ્યો હતો. જ્યાંથી કળિયુગની શરૂઆત થઈ તે સ્થાન ગુજરાતમાં આવેલું ભાલકાતીર્થ છે.

દ્વાપર યુગ એ કૃષ્ણ કનૈયાનો યુગ હતો. જેમાં શ્રીકૃષ્ણ મથુરાથી દ્વારકા ચાલ્યા ગયા હતા. પછી દ્વારકાથી ભાલકાતીર્થમાં અંતિમ પળો વિતાવી વૈકુંઠવાસી થઈ ગયા હતા. આજથી આશરે પાંચ હજાર વર્ષ પહેલા એક શિકારી દ્વારા કૃષ્ણની પગની પાનીમાં ધનુષ્યબાણ વાગી જતાં વૈકુંઠવાસ થયો હતો.

શ્રીકૃષ્ણની વિદાય સાથે જ પૃથ્વી લોક પર કળિયુગનું પ્રથમ ચરણ શરૂ થઈ ગયું. કૃષ્ણને તીર વાગ્યાની જાણ થતાં જ અર્જુન દ્વારકા આવ્યા. તે અત્યંત દુઃખી થઈ ગયા. કૃષ્ણની ૧૬૦૦૦ રાણીઓ અને કેટલીક મહિલાઓ તેમજ બાળકો  હતા તે તમામ ઈન્દ્રપ્રસ્થ લઈ જવા નિકળ્યા. ક્ષેત્રમાં વસતાં દેવતાઓ, સ્વર્ગની અપ્સરાઓ, યક્ષ, કિન્નર, ગંધર્વ વિગેરે શ્રીકૃષ્ણની આરાધના કરી. શ્રીકૃષ્ણે પોતાની આંખો બંધ કરી દીધી.

કળિયુગ વિશે વાત કરીએ તો હિંદુ ધર્મમાં એવી માન્યતા છે કે કળિયુગ દરમિયાન માનવ સભ્યતા પતિત થઈ જાય છે. કારણકે આ સમય કાલખંડમાં માનવી ઈશ્વર ભક્તિથી વિમુખ થઈ જાય છે. હિંદુ ધર્મમાં માન્યતા છે કે નૈતિકતા સુવર્ણ યુગની સરખામણીમાં ૨૫ ટકા ઓછી થઈ જાય છે. કળિયુગ જ્યારે પરમ સ્તર પર હોય ત્યારે નૈતિકતાનો પૂર્ણ પણે નાશ થઈ ચુકી હશે.

Leave a Reply