તહેવાર

કચ્છી નવું વર્ષ ૨૦૧૯

રથયાત્રા ૨૦૧૯, અષાઢી બીજ ૨૦૧૯

Kutchi New Year
388

કચ્છી નવું વર્ષ ૨૦૧૯, રથયાત્રા ૨૦૧૯, અષાઢી બીજ ૨૦૧૯, આજના દિવસે કચ્છી માડુ પોતાનું નવું વર્ષ બહુ ઉત્સાહપૂર્વક મનાવે છે. અષાઢી બીજ એટલે કચ્છપ્રદેશનું નૂતન વર્ષ. હાલાર પ્રદેશ, ઝાલાવાડ, કચ્છ-કાઠીયાવાડનું નવું વર્ષ વિક્રમ સંવતનાં ચાર માસ બાદ શરૂ થાય છે. રણ, ડુંગરા, દરિયાઈ, સમૃદ્ધિ ધરાવતા કચ્છનાં પ્રથમ મહારાવે કચ્છ રાજયની સ્થાપના સંવત ૧૬૦૫ માં માગસર સુદ-૫નાં રોજ કરી પણ કચ્છી નૂતન વર્ષાનો અષાઢી બીજથી જ કેમ પ્રારંભ થયો, તેની પાછળ એક રસપ્રદ ઇતિહાસ રહેલો છે.

વિક્રમ સવંત ૮૯૯ થી ૯૩૬ વચ્ચેની વાત છે. ભર મધ્યાહ્નના સમયે કચ્છના જંગલમાં વિકીયો સંઘાર અને કુડધર રબારી નામના બે મિત્રો આથો ચારી રહ્યા હતા. એ સમયે, સઘળા શાંત વાતાવરણમાં થોડે દુર આવેલા મહાદેવના શિવાલયમાંથી આક્રંદભર્યો રુદનનો અવાજ સંભળાયો. અવાજની દિશા તરફ જતા બને જણાએ રૂપરૂપના અંબારસમી, સ્વર્ગની અપ્સરા જેવી, મૃત્યુલોકની સ્ત્રી જેવું અલૌકિક સ્વરૂપ ધારણ કરેલી નવયૌવના જોઈ. એ યુવતીનું નામ સોનલ હતું. એવી લોકવાયકા છે કે, એ બને મિત્રોએ યુવતીને પૂછી જોયું તો જણાયું કે એ ઇન્દ્રના દરબારમાં શાપિત થવાથી મૃત્યુલોકમાં આવી છે. અને એટલે જ અથાગ સ્વરૂપ, રૂપ જેટલું જ બળ, ગુણોનો ભંડાર હતી એ કન્યારત્ન! એ સોનલને કુડધર રબારીએ પાલક પુત્રી તરીકે રાખી.

આ દિવસે નવુ વર્ષ મનાવવા પાછળ એક લોકવાયકા રહેલી છે. કહેવાય છે કે કચ્છના રાજા જામે તેમની એક રાણીના કહેવા પર પોતાના દીકરા લાખાને દેશવટો આપી દીધો હતો. લાખાના ગયા બાદ કચ્છમાંથી સુખ-શાંતિ હણાઇ ગઇ હતી અને વરસાદ તો જાણે રિસાઇ જ ગયો હતો. જામ રાજાના અન્ય કુંવરો કચ્છ માટે કંઇપણ કરવા અસમર્થ હતા. લાખાને તેના વતનની દુર્દશા જાણીને દુઃખ થયું. તે પોતાના વતન તરફ જવા નીકળ્યો. લાખો જેવો કચ્છમાં પ્રવેશ્યો કે તરત જ સમગ્ર કચ્છમાં મેઘની મહેર થઇ. લાખો જે દિવસે આવ્યો હતો તેના બીજા દિવસે અષાઢી બીજ હતી. આ દિવસે લાખાના કારણે કચ્છમાં ફરી સારા દિવસો પાછા આવ્યા હતા. તેથી તે દિવસથી કચ્છીઓ અષાઢી બીજને નવા વર્ષ તરીકે ઉજવે છે.

આ નવા વર્ષે દરિયાકાંઠે વસનારા નાવિકો અને માછીમારો પોતાનાં વહાણોને શણગારી, અષાઢી બીજનું દરિયાદેવનું અક્ષત, ચંદન, પુષ્પથી પૂજન કરી, શ્રીફળ વધારે. આ દિવસે પ્રત્યેક સતી શૂરાનાં પાળિયાને સિંદુર લગાવીને પૂજન-અર્ચન કરવામાં આવે છે.

Leave a Reply