ચૂંટણી

લોકસભાની ચૂંટણી તારીખની સૂચિ ૨૦૧૯

લોકસભાની ચૂંટણી ૨૦૧૯ તારીખોની ઘોષણા

Lok Sabha
325

લોકસભાની ચૂંટણી તારીખની સૂચિ ૨૦૧૯, લોકસભાની ચૂંટણી ૨૦૧૯ તારીખોની ઘોષણા, લોકસભા ચૂંટણી ની તારીખોની જાહેરાત કરી દેવાઈ છે. લોકસભા ચૂંટણી ૭ તબક્કામાં થશે. ૧૧ એપ્રિલ, ૧૮ એપ્રિલ, ૨૩ એપ્રિલ, ૨૯ એપ્રિલ, ૬ મે, ૧૨ મે અને ૧૯ મેનાં રોજ મતદાન થશે જ્યારે મતગણતરી ૨૩ મેનાં રોજ હાથ ધરાશે. લોકસભા ચૂંટણી માટે આજથી દેશભરમાં આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે.

મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોડાએ કહ્યું કે આ વખતે લોકસભા ચૂંટણીમાં કુલ ૯૦ કરોડ મતદાતા હશે. જેમાં ૮.૪ કરોડ નવા મતદાતાઓ સામેલ થયા છે. જેમાં કુલ વોટર્સમાંથી ૯૯.૩ પાસે વોટર આઈડી છે. ૧.૫ કરોડ વોટર ૧૮ થી ૧૯ વર્ષનાં છે. ૨૦૧૯ ની લોકસભામાં ૧૦ લાખ પોલિંગ બૂથ હશે. લોકસભા ચૂંટણી માટે હેલ્પલાઈન નંબર ૧૯૫૦ હશે. તેમજ ૧૫૯૦ પર ફોન કરો અને એસ.એમ.એસ. દ્વારા મતદાતા તેમનું નામ વોટિંગ લિસ્ટમાં જાણી શકશે.

સાત તબક્કામાં યોજાશે ચૂંટણી

પહેલા તબક્કામાં ૨૦ રાજ્યોની ૯૧ લોકસભા સીટો પર ચૂંટણી યોજાશે.

બીજા તબક્કામાં ૧૩ રાજ્યોની ૯૭ લોકસભા સીટો પર ચૂંટણી યોજાશે.

ત્રીજા તબક્કામાં ૧૪ રાજ્યોની ૧૧૫ લોકસભા સીટો પર ચૂંટણી યોજાશે.

ચોથા તબક્કામાં ૯ રાજ્યોની ૭૧ લોકસભા સીટો પર ચૂંટણી યોજાશે.

પાંચમા તબક્કામાં ૭ રાજ્યોમાં ૫૧ લોકસભા સીટો પર ચૂંટણી યોજાશે.

છઠ્ઠા તબક્કામાં ૭ રાજ્યોની ૫૯ લોકસભા સીટો પર ચૂંટણી યોજાશે.

સાતમા તબક્કામાં ૮ રાજ્યોની ૫૯ લોકસભા સીટો પર ચૂંટણી યોજાશે.

ક્યા રાજ્યોમાં કેટલાં તબક્કામાં ચુંટણી થશે

પહેલા તબક્કામાં: આંધ્ર, અરૂણાચલ, ગોવા, હરિયાણા, હિમાચલ, કેરળ, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, પંજાબ, સિક્કિમ, તેલંગાણા, તમિલનાડુ, ઉત્તરાખંડ, આંદામાન-નિકોબાર, દાદરાનગર હવેલી, દમણ અને દીવ, લક્ષદ્વીપ, દિલ્હી, પુડ્ડુચેરી, ચંદીગઢ

બીજા તબક્કામાં: કર્ણાટક, મણિપુર, રાજસ્થાન, ત્રિપુરા

ત્રીજા તબક્કામાં: આસામ, છત્તીસગઢ, ગુજરાત

ચોથા તબક્કામાં: ઝારખંડ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓરિસ્સા

પાંચમાં તબક્કામાં: જમ્મુ કાશ્મીર

સાતમાં તબક્કામાં: બિહાર, ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ

Leave a Reply