સમાચાર

રાંધણ ગેસમાં ૧૪૪.૫૦ રૂપિયા વધ્યા

રસોઈ ગેસ બાટલાના ભાવ વધ્યા

Cooking Gas LPG Cylindersરાંધણ ગેસ એલપીજી સીલીન્ડર
54

રાંધણ ગેસમાં ૧૪૪.૫૦ રૂપિયા વધ્યા, રસોઈ ગેસ બાટલાના ભાવ વધ્યા, ઘરેલુ ગેસના ભાવમાં ૬ વર્ષ બાદ સૌથી મોટો વધારો. પહેલાથી જ મોંઘવારીનો માર સહન કરી રહેલ સામાન્ય લોકોને સરકારે વધુ એક ઝાટકો આપ્યો છે. ઇન્ડેન ગેસના સબસિડીવગરના સિલિન્ડરની કિંમત 150 રૂપિયા સુધી મોંઘી થઈ ગઈ છે.

ઓઈલ કંપનીઓએ બુધવારે ઘરેલું ગેસના ભાવ ૧૪૪.૫૦ રૂપિયા પ્રતિ સિલિન્ડર વધારી દીધા છે. આતંરરાષ્ટ્રીય બજારમાં ભાવમાં તેજી આવવાના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે ૧૪.૨ કિલોગ્રામ વાળા એલપીજી સિલિન્ડરના ભાવ ૭૧૪ રૂપિયા પ્રતિ સિલિન્ડરથી વધીને ૮૫૮.૫૦ રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગયા છે.

સબ્સિડી વિનાના ઈન્ડેન ગેસ સિલિન્ડરની કિંમતમાં ૧ જાન્યુઆરી, ૨૦૨૦ બાદ કોઈ વધારો થયો નહોતો. ફેબ્રુઆરીની શરૂઆતમાં તેની કિંમતોમાં કોઈ બદલાવો કરાયો નહોતો. પાછલા મહિને એટલે કે જાન્યુઆરીમાં પણ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયો હતો. ગેસ કંપનીઓએ સબ્સિડી વિનાના ગેસ સિલિન્ડરના ભાવમાં ૧૯ રૂપિયાનો વધારો કર્યો હતો.

મોદી સરકાર હાલમા દેશવાસીઓને પ્રત્યેક ઘરમા ૧૪.૨ કિલોગ્રામના ૧૨ સીલીન્ડરો પર સબસીડી આપે છે. જો તેમાં વધારે સીલીન્ડર જોઈએ તો સબસીડી નહીં મળે. સરકાર ૧૨ સીલીન્ડર પર સબસીડી આપે છે જેની કિંમત દર મહીને બદલાતી રહે છે.

વર્તમાનમાં સરકાર એક વર્ષમાં પ્રત્યેક ઘર માટે ૧૪.ર કિ.ગ્રા.ના ૧ર સિલિન્ડરો પર સબસીડી આપે છે. જ તેનાથી વધુ સિલિન્ડર જોઇએ તો બજાર મુલ્ય પર ખરીદી કરવી પડે છે. જો કે સરકાર દર વર્ષે ૧ર સિલિન્ડરો પર જે સબસીડી આપે છે તેની કિંમત પણ મહીને દર મહીને બદલતી રહે છે.

આ ઉપરાંત બજેટ પૂર્વે સરકારે કોમર્શીયલ ગેસ સીલીન્ડરના ભાવમા રેકોર્ડ ૨૨૪.૯૮ પૈસાનો વધારો કર્યો હતો. જેની માટે કારોબારીઓએ કોમર્શીયલ સીલીન્ડના ૧૫૫૦ રૂપિયા ચુકવવા પડી રહ્યા છે. જયારે રાંધણ ગેસમાં વપરાશકારોને રાહત મળી હતી. હાલ ૧૪ કિલો રાંધણ ગેસનો ભાવ ૭૪૯ રૂપિયા હતો.

Leave a Reply