બોલિવૂડ

લુકા છુપી પાકિસ્તાનમાં રીલિઝ નહીં થાય

પુલવામા હુમલા બાદ કાર્તિક કૃતિની ફિલ્મ

Lukka Chuppi
371

લુકા છુપી પાકિસ્તાનમાં રીલિઝ નહીં થાય, પુલવામા હુમલા બાદ કાર્તિક કૃતિની ફિલ્મ, કાર્તિક આર્યન અને કૃતિ સેનનની ફિલ્મ ‘લુકા છુપી’ રીલિઝ નહીં થાય. કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફ પર થયેલા હુમલા બાદ દેશભરમાં આક્રોશનો માહોલ છે. બોલિવૂડ સ્ટાર્સે પણ ટિકા કરવાની સાથે શહીદોના પરિવારોને આર્થિક સહાય પણ કરી છે. ‘ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઇઝ’ એ પાકિસ્તાની કલાકારો સાથે કામ કરવાની ના પાડી દીધી છે.

લક્ષ્મણ ઉતેકર દિગ્દર્શિત આ ફિલ્મમાં કાર્તિક અને ક્રીતિની જોડી સર્વપ્રથમ વખત કામ કરી રહી છે તેમ જ તેમાં આ બંનેની ભૂમિકા સ્થાનિક ટીવી ચૅનલના રિપોર્ટરની છે. દિનેશ વિજાને જણાવ્યું હતું કે અમે હંમેશાં કન્ટેન્ટ અને કમર્સિયલ સિનેમા વચ્ચે `સંતુલન’ સુનિશ્ચિત કરવા માટે પ્રયત્નશીલ રહ્યા છીએ. `લુકા છુપી’માં ક્રીતિ અને કાર્તિકે અસાધારણ કામગીરી કરી છે. ફિલ્મ મથુરા જેવા નાના શહેરમાં બનતી ઘટનાઓ પર આધારિત છે.

જે બાદ હવે કાર્તિક આર્યન અને કૃતિ સેનનની ફિલ્મ ‘લુકા છુપી’ને પાકિસ્તાનમાં રીલિઝ ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ફિલ્મ મેકર્સે પાકિસ્તાની ડિસ્ટ્રીબ્યુટર સાથે ફિલ્મનો કરાર પૂરો કરી નાંખ્યો છે. સાથે જ ૨૨ ફેબ્રુઆરીએ રીલિઝ થનારી અજય દેવગણ અને માધુરીની ફિલ્મ ‘ટોટલ ધમાલ’ના નિર્માતાએ પણ ફિલ્મ પાકિસ્તાનમાં રીલિઝ ન કરવાની વાત કરી છે.

લુકા છુપી એક એવી દંપતિની કહાની છે, જો લિવ-ઇનમાં રેવાનો નિર્ણય કરે છે અને કઈ રીતે તેનો પરિવાર તેના વિચારો સાથે જોડાઈ છે. નવોદિત લક્ષ્મણ ઉતેકર દ્વારા માર્ગદર્શિત ફિલ્મ ૧ માર્ચે રિલીઝ થશે. રોહિત જુગરાજ દ્વારા દિગ્દર્શિત રોમેન્ટિક કોમેડી ફિલ્મ અર્જુન પટિયાલા ૩ મેએ રિલીઝ થશે.

ટોટલ ધમાલના નિર્માતાઓએ એક દિવસ પહેલા કહ્યું હતું કે, તે પાકિસ્તાનમાં કોમેડી એન્ટરટેઇનમેન્ટ રિલીઝ કરશે નહીં. આ નિર્ણય જમ્મૂ તથા કાશ્મીરમાં પુલવામામાં થયેલા ભયાનક આતંકી હુમલા બાદ લેવામાં આવ્યો છે.

Leave a Reply