ધર્મ

ખંડગ્રાસ ચંદ્ર ગ્રહણ પર બની રહ્યો છે દુર્લભ સંયોગ

સૂતકનો સમય, શું કાળજી લેવી, દરેક રાશિ પર શું અસર પડશે

Chandra Grahan
1.29K

ચંદ્ર ગ્રહણ પર બની રહ્યો છે દુર્લભ સંયોગ, સૂતકનો સમય, શું કાળજી લેવી, દરેક રાશિ પર શું અસર પડશે, ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત. અષાઢ મહિનાની પૂર્ણમા એટલે કે ૧૬ જુલાઈના રોજ થનાર ચંદ્ર ગ્રહણ ભારતમાં જોવા મળશે. આ ખંડગ્રાસ ચંદ્રગ્રહણ હશે. ભારતમાં આ ગ્રહણ ૧૬-૧૭ જુલાઈની રાતના લગભગ ૧.૩૧ વાગ્યે શરૂ થશે. ગ્રહણનો મધ્ય સમય રાતના ૩.૦૧ મિનિટ રહેશે. સવારના ૪.૩૦ વાગ્યે ગ્રહણ પૂરું થશે. ચંદ્ર ગ્રહણ શરૂ થવાના ૯ કલાક પહેલા સૂતક લાગે છે. જે ૧૬ જુલાઈના દિવસે સાંજે ૪.૩૦ વાગ્યે શરૂ થશે અને ગ્રહણ પૂરું થવાની શાથે તે પૂરું થશે.

ભારત ઉપરાંત આ ચંદ્રગ્રહણ યુરોપ, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા અને દક્ષિણ અમેરિકામાં પણ જોવા મળશે. ભારતમાં આ ચંદ્રગ્રહણ ત્રણ કલાક રહેશે. તેની સાથે જ આ ચંદ્રગ્રહણને લઈને ઘણા એવા યોગ પણ ઉભા થઇ રહ્યા છે. જે ઘણા વર્ષો પછી જોવા મળશે.

ચંદ્ર ગ્રહણ ની રાશિ ઉપર અસર

મેષ રાશિ : આ રાશિના જાતકો માટે ગ્રહણનો યોગ શુભ રહેશે.

વૃષભ રાશિ : તમારા માટે સમય કષ્ટદાયક રહેશે.

મિથુન રાશિ : આ લોકો માટે મુશ્કેલ સમય રહેશે.

કર્ક રાશિ : આ રાશિના જાતકો માટે સમય ઉત્તમ રહેશે.

સિંહ રાશિ : તણાવ વધી શકે છે.

કન્યા રાશિ : ચિંતા વધશે.

તુલા રાશિ : આ સમયે તમને લાભ થઈ શકે છે.

વૃશ્ચિક રાશિ : આ રાશિના જાતકોએ સાવધાન રહેવું પડશે.

ધન રાશિ : આ રાશિના જાતકોએ સંભાળીને રહેવું.

મકર રાશિ : તમારે આ સમયે સંઘર્ષ કરવો પડશે.

કુંભ રાશિ : આ રાશિના જાતકો માટે સમય શુભ છે.

મીન રાશિ : આ રાશિના જાતકો માટે યાત્રાનો યોગ બની રહ્યો છે.

૧૪૯ વર્ષ પછી બની રહ્યો છે શુભ યોગ

૧૬-૧૭ જુલાઈએ લાગનારા ચંદ્રગ્રહણ ઉપર થોડા વિશેષ યોગ ઉભા થઇ રહ્યા છે. તે પહેલા આ યોગ ૧૪૯ વર્ષ પહેલા થયા હતા. અત્યાર પહેલા આ ચંદ્રગ્રહણ ૧૪૯ વર્ષ ગુરુ પૂર્ણિમા ઉપર લાગ્યું હતું. તે સમયે જયારે ચંદ્રગ્રહણ લાગ્યું હતું ત્યારે ચંદ્રમાં શની અને કેતુ સાથે ધન રાશિમાં રહેલા હતા. જયારે સૂર્ય રાહુ સાથે મિથુન રાશિમાં રહેલા હતા.

ગ્રહણ કાળ દરમિયાન મંત્ર જાપ, માનસિક પૂજા તેમજ ઈષ્ટદેવની આરાધના કરી શકાય પરંતુ દેવ મૂર્તિને સ્પર્શ કરવો નહીં કેમકે આ સમય દરમિયાન સુતક ચાલતુ હોય છે. તુલસી, લીમડો જેવી વનસ્પતિને સ્પર્શ કરવો નહીં. ગ્રહણ બાદ ઘર અને મંદિરને ગંગાજળ છાંટી શુદ્ધ કરવા. ગ્રહણ કાળ દરમિયાન ભોજન કરવું નહીં.

Leave a Reply