તહેવાર

માઘી પૂર્ણિમા વિશેષ સંયોગ, પુષ્ય નક્ષત્ર, ગ્રહ યોગ

રાત્રે ૧૨ વાગ્યે બારણા પર ઘી નો દીવો કરો

Maghi Purnima
317

માઘી પૂર્ણિમા વિશેષ સંયોગ, પુષ્ય નક્ષત્ર, ગ્રહ યોગ, મઘા નંક્ષત્ર પરથી માઘ મહિના તરીકે ઓળખાતા આ  હુંદુ કેલેન્ડર માસમાં આવતી માઘ પૂર્ણિમા આ વર્ષે વિશેષ સંયોગ લઈને આવી છે. માઘી પૂર્ણિમાના દિવસે વિધિ-વિધાનથી માતા સરસ્વતીની પૂજા પણ કરાય છે. પિતૃના તર્પણ માટે પણ આ દિવસ ઉત્તમ ગણાય છે. માઘી પૂર્ણિમા પર ભગવાન સત્યનારાયણની પૂજા કરાય છે.

માઘી પૂર્ણિમા માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ખાસ તિથિ ગણાય ચે આ પૂર્ણિમા રાત્રે આશરે 12 વાગ્યે મહાલક્ષ્મી ભગવાન વિષ્ણુ સાથે પૂજા કરો અને રાત્રે ઘરના મુખ્ય બારણા પર ઘી નો દીપક લગાડો.આ ઉપાયથી માતા લક્ષ્મી પ્રસન્ન થઈને તે  ઘરમાં નિવાસ કરે છે.

માઘી પૂર્ણિમા નદિઓમાં સ્નાન કરાય છે. આ દિવસે સ્નાન અને દાનનો ખાસ મહત્વ હોય છે. માઘી પૂર્ણિમા પર દાનના ખાસ મહત્વ છે. ધર્મ ગ્રંથો મુજબ  આ દિવસે જરૂરિયાત ને તલ,  ધાબડો,  રૂ,  ગોળ,  ઘી,  મોદક, જૂતા, ફળ,  અન્ના વગેરે દાન  કરવું જોઈએ.

અનંત પુણ્યો અને વૈકુંઠ વાસ કે પછી મોક્ષ આપનારું માઘ પૂર્ણિમાનું વ્રત અમોઘ અને કલ્યાણકારી છે. આ વર્ષે માઘી પૂનમના દિવસે પુષ્ય નક્ષત્ર છે. આ નક્ષત્રમાં કરેલી પૂજા ક્યારેય ક્ષય થતી ન હોવાથી આ દિવસનું વિશેષ મહત્વ છે. આ વ્રત મનોકામના પૂર્ણ કરનારુ અને અનંત પુણ્ય આપનારું છે.

રૂચક યોગ

જ્યારે ચંદ્રથી દશમા સ્થાને કે કેન્દ્રમાં મંગળ ઉચ્ચનો કે સ્વગૃહિ થાય ત્યારે રૂચક યોગ થાય છે.

કર્મશિલ યોગ

જ્યારે ચંદ્રથી દસમે મંગળ હોય ત્યારે કર્મશિલ યોગ થાય છે.

બુધ આદિત્ય યોગ

જ્યારે આકાશમાં સૂર્ય અને બુધ એક રાશિમાં હોય ત્યારે બુધ આદિત્ય યોગ થાય છે.

આ વર્ષે આ વિશેષ સંયોગને કારણે માઘ પૂર્ણિમા વિશેષ ફળ આપનારી નિવડશે.

માઘી પૂર્ણિમા પૂજન

આ દિવસે ખાસ કરીને ભગવાન વિષ્ણુનું પૂજન- પાઠ, જપ, તપ, વ્રત કરવું, સત્યનારાયણ ભગવાનનું પૂજન કરવું, કથા કરાવવી. વિષ્ણુ સહસ્ત્રનામનો જાપ કરવો. આમ કરવાથી વિશેષ પુણ્યની પ્રાપ્તિ થાય છે. મનોકામનાની પૂર્તિ થાય છે. સર્વ પ્રકારે શુભ થાય છે.

Leave a Reply