તહેવાર

મહાશિવરાત્રી ૨૦૧૯

મહાશિવરાત્રી ૨૦૧૯

618

મહાશિવરાત્રી ૨૦૧૯, મહાશિવરાત્રી ૨૦૧૯, મહાશિવરાત્રીના ઉત્સવને ભગવાન શંકરના વિવાહનો ઉત્સવ માનવામાં આવે છે. મહાશિવરાત્રીના દિવસે જ મહાદેવે પાર્વતીજી સાથે એક ધ્યેયપૂર્ણ વિવાહ કર્યા હતા. શિવજીના પાર્વતીજી સાથે વિવાહ દેવોના સેનાપતિ કુમાર કાર્તિકેયના જન્મ માટે થયા હતા, તેમના હાથે જ તાડકાસુરનો વધ થવાનો હતો.

શિવરાત્રી તો પ્રતિમાસ આવે છે. પરંતુ મહા શિવરાત્રી વર્ષમાં એક જ વખત આવે છે. શિવજીના ભકતો આ દિવસે ઉપવાસ રાખી ઓમ નમઃ શિવાના અખંડ પાઠ કરી શિવલીંગ પર બીલીપત્રો ચઢાવી દુધ અને પાણીનો અભિષેક કરી શિવ ઉપાસના દ્વારા ભગવાન શંકરના કૃપાપાત્ર બનવા પ્રયત્‍ન કરે છે.

બધા દિવસોમાં શ્રેષ્ઠ દિવસ અને રાત્રી ગણવાથી તેને મહાશિવરાત્રી નામ અપાયું. આમ મહાશિવરાત્રીનું પર્વ એ શિવભકતો માટે શિવની આરાધના અને ઉપાસનાનો તહેવાર છે. મહાશિવરાત્રી પર્વના આ દિને પૃથ્વી પરના આ તમામ શિવલીંગોમાં રૂદ્રનો અંશ હોય છે. અનિષ્ટોના વિનાશક તમામ ગ્રહોના અધિષ્ઠાત્રા મહાદેવ શિવ છે. માતા મહાલક્ષ્મીના અધિષ્ઠાત્રા મહાદેવ છે. આથી મહાશિવરાત્રીએ શિવપુજન આયુષ્‍યની સાથે એશ્વર્ય પણ આપે છે.

દંતકથા અનુસાર એક સમયે બ્રહ્મા અને વિષ્ણુ ચર્ચા કરી રહ્યા હતા તે તેમનામાંથી વધુ શક્તિશાળી કોણ છે. ત્યારે અચાનક તેમની સમક્ષ આગની પ્રચંડ જ્વાળાઓમાં ઘેરાયેલું શિવલિંગ પ્રગટ થયું અને બંને દેવો તે જોઈને અચંબિત થઈ ગયા હતા. બંનેએ શિવલિંગની ટોચ જોવા માટે ઉપર ધ્યાન કર્યું પરંતુ ટોચ જોઈ શક્યા નહોતા. આ શિવલિંગ અનંત સુધી વિસ્તરેલું હતું. તેમાંથી ભગવાન શિવનું પ્રાગટ્ય થયું અને તેમણે કહ્યું કે ત્રણેયમાં સૌથી શક્તિશાળી હું છું માટે જ શિવલિંગની પૂજા થાય છે.

શિવલિંગનો મહિમા, શિવ તાંડવ સ્તોીત્ર, શિવ સ્તુતિ, શિવ સ્તવન, શિવ સહસ્રનામ સ્તોrત્રમ્‌, શિવ રુદ્રાષ્ટક સ્ત્રોત્ર, શિવ પૂજા, શિવપંચાક્ષર સ્તોત્રમ, શિવ પંચાક્ષર માલા, શિવ નામાવલી, શિવ મંત્ર, શિવમહિમ્ન સ્તોત્રમ, શિવ ચાલીશા, શિવજીને ભાંગ અને ઘતૂરો શા માટે પસંદ છે, શિવ રૂદ્રી, મહાશિવરાત્રી વ્રત, મહાશિવરાત્રી ઉપવાસ, મહાશિવરાત્રિ અચૂક કરો પાંચ ઉપાય, મહાશિવરાત્રિની રાત, મહાશિવરાત્રિ પર રાશિ પ્રમાણે પૂજા, મહાશિવરાત્રી પૂજા વિધી અને મંત્ર, મહાશિવરાત્રિ પર ભૂલથી પણ શિવજીને અર્પિત ન કરશો, મહાશિવરાત્રિ મૂહૂર્ત, મહાશિવરાત્રી મહત્વ, મહાશિવરાત્રી કથા, દ્વાદશ જ્યોતિર્લિંગ સ્તોત્રમ્, બિલીપત્ર, ૧૨ જ્યોતિર્લિંગના દર્શનમહાશિવરાત્રી ની હાર્દિક શુભેચ્છાઓ, મહાશિવરાત્રી શુભેચ્છાઓ

Leave a Reply