તહેવાર

મહાશિવરાત્રી ઉપવાસ

શિવરાત્રી ઉપવાસ

Lord Shankar
545

મહાશિવરાત્રી   ઉપવાસ, શિવરાત્રી   ઉપવાસ, મહાશિવરાત્રી   ઉપાસના, શિવરાત્રી   ઉપાસના, ભગવાન શિવજીની ઉપાસના માટે આ દિવસે રાત્રે ચાર પ્રહરની પૂજાનું વિશેષ મહત્ત્વ હોય છે. શાસ્ત્રોમાં ઉલ્લેખ મળે છે કે, પ્રલય વખતે ભગવાન શિવે તાંડવ કરતાં કરતાં સમસ્ત બ્રહ્માંડને જવાળાથી સમાપ્ત કરી દીધું હતું. તેથી જ મહાશિવરાત્રીને કાલરાત્રી પણ કહેવામાં આવે છે. ભગવાન શિવે સ્મશાનની ભસ્મ લગાવેલી છે. જયારે ગળામાં સર્પનો હાર ધારણ કરેલ છે.

કંઠના મધ્યભાગમાં વિષ અને જટાઓમાં ગંગા ધારણ કરેલી છે. આ સાથે મનના કારક ચંદ્રને પણ શિર પર ધારણ કરી, ભગવાન શિવ કોઇપણ પરિસ્થિતિમાં મનને શાંત રાખવું, ઉત્સાહ જાળવી રાખવો એવો સંદેશ આપે છે. આ દિવસ જીવ માત્ર માટે કંઇ વિશેષ પ્રાર્થના કરવા માટેનો દિવસ છે.

જયોતિષશાસ્ત્રના સિદ્ધાંતો પ્રમાણે ચૌદસના દિવસે ચંદ્ર ક્ષીણ અવસ્થામાં હોય છે. જેથી ચંદ્રની જે ઊર્જા પૃથ્વી મંડળ પર પડવી જોઈએ એ ઓછી રહે છે. માનવ જીવનમાં ચંદ્રનો સંબંધ સીધો મન સાથે છે. જયારે માનસિક સ્થિતિ નબળી થાય ત્યારે અનેક પ્રકારની હતાશા નિરાશા વધી જાય છે. ભગવાન શિવજીની આરાધનાનું વિશેષ મહત્ત્વ છે.

મહાશિવરાત્રીએ ઉપવાસનું મહત્ત્વ

ભગવાન શિવજીના મહાપર્વ મહાશિવરાત્રીના દિવસે ઉપવાસ કરવાનો અર્થ ભગવાન શિવમય બની રહેવાનો છે. જાગરણનો સાચો અર્થ એ છે કે, કામ, ક્રોધ, મદ, મોહ અને લોભ જેવા પાંચ વિકારોમાંથી મુકત રહી શકીએ. આ દિવસે ભગવાન શિવજીને ચારેય પ્રહરની પૂજામાં બીલીપત્ર ચઢાવવાનું મહત્ત્વ છે. આ દિવસે ભગવાન શિવના વિવાહ થયા હતા.

મહાશિવરાત્રી મંત્ર

ઓમ ઐમ્ હીં શિવ ગૌરીમય હીં ઐમ ઓમ

ઓમ હીં નમઃ શિવાય હીં ઓમ

ઓમ શ્રીં ઐમ્ ઓમ

હે ગૌરી શંકરાર્ધાંગિ યથા ત્વં શંકરપ્રિયા

તથા માઁ કુરુ કલ્યાણી કાન્તકાંતા સુદુર્લભામ

ઓમ સામ્બા સદા શિવાય નમઃ

Leave a Reply