તહેવાર

મહાશિવરાત્રી કથા

મહાશિવરાત્રી વાર્તા

Bhagwan Shiv Shankar
324

મહાશિવરાત્રી કથા, મહાશિવરાત્રી વાર્તા, મહાશિવરાત્રી ભગવાન શંકરના પૂજનનું આ સૌથી મોટું પર્વ છે. એવું માનવામાં આવે છે કે મહા વદ ચૌદશ એટલે કે મહાશિવરાત્રીના દિવસે ભગવાન શંકરનું રુદ્ર રૂપમાં અવતરણ થયું હતું. આ સિવાય પણ કેટલીયે કથાઓ મહાશિવરાત્રી સાથે જોડાયેલી છે. કથા કોઈ પણ હોય, પરંતુ શિવજીને પ્રસન્ન કરવાનો શ્રાવણ માસ બાદ આ બીજો શ્રેષ્ઠ અવસર છે

એક વાર માતા પાર્વતીએ ભગવાન ભોળાનાથને પૂછયું કે, “એવું કયું શ્રેષ્ઠ તથા સરળ વ્રત-પૂજન છે, જેનાથી મૃત્યુલોકનાં પ્રાણીઓ તમારી કૃપા સહજ પ્રાપ્ત કરી લે છે?” આ પ્રશ્નના ઉત્તરમાં શિવજીએ પાર્વતીજીને મૃગ પરિવાર અને શિકારીની કથા કહી.

મહાશિવરાત્રી ભગવાન શંકરના પૂજનનું આ સૌથી મોટું પર્વ છે. એવું માનવામાં આવે છે કે મહા વદ ચૌદશ એટલે કે મહાશિવરાત્રીના દિવસે ભગવાન શંકરનું રુદ્ર રૂપમાં અવતરણ થયું હતું. આ સિવાય પણ કેટલીયે કથાઓ મહાશિવરાત્રી સાથે જોડાયેલી છે. કથા કોઈ પણ હોય, પરંતુ શિવજીને પ્રસન્ન કરવાનો શ્રાવણ માસ બાદ આ બીજો શ્રેષ્ઠ અવસર છે

મહાશિવરાત્રી વ્રતના લાભ

હિન્દુ સંસ્કૃતિમાં મહાશિવરાત્રીને ભગવાન શંકરનો સૌથી પવિત્ર દિવસ માનવામાં આવે છે. મહાશિવરાત્રીને પોતાના આત્માને નિર્મળ બનાવવાનું મહાવ્રત માનવામાં આવે છે. મહાશિવરાત્રીનું વ્રત કરવાથી મનુષ્યનાં

સમસ્ત પાપોનો નાશ થાય છે.

શિવરાત્રી વ્રતમ્ નામ સર્વપાપ્ પ્રણાશનમ્ ।

આચાણ્ડાલ મનુષ્યાણમ્ ભુક્તિ મુક્તિ પ્રદાયકં ।।

અર્થાત્ શિવરાત્રી નામનું વ્રત સમસ્ત પાપોનું શમન કરનારું છે. આ દિવસે વ્રત કરવાથી દુષ્ટ મનુષ્યને પણ ભક્તિ અને મુક્તિ મળે છે.

Leave a Reply