તહેવાર

મહાશિવરાત્રી વ્રત

શિવરાત્રી પર્વ

Lord Shiv
305

મહાશિવરાત્રી વ્રત, શિવરાત્રી પર્વ, મહાશિવરાત્રી એટલે હિન્દુ સંસ્કૃતિમાં ભગવાન શંકરના પૂજનનો આ સૌથી મોટો પર્વ. મહાશિવરાત્રીને ભગવાન શંકરનો સૌથી પવિત્ર દિવસ માનવામાં આવે છે. શિવનો અર્થ છે કલ્યાણ કરવું. શિવજીને પ્રસન્ન કરવાનો શ્રાવણ માસ બાદ આ બીજો શ્રેષ્ઠ અવસર છે. શિવરાત્રી દરેક મહિનાની ચતુર્દશી તિથિએ હોય છે, પરંતુ મહા વદ ચૌદશ આ વર્ષે ૪ માર્ચ ના દિવસે મહાશિવરાત્રી ઉજવવામાં આવશે.

શિવરાત્રી દરેક મહિનાની ચતુર્દશી તિથિએ હોય છે, પરંતુ મહા વદ ચૌદશને મહાશિવરાત્રી કહેવામાં આવી છે. શિવનો અર્થ છે કલ્યાણ કરવું. તેથી મહાશિવરાત્રીના દિવસે શિવજીની કૃપા મળે છે. ચંદ્રનો સીધો સંબંધ મનુષ્યના મન સાથે છે. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે જ્યારે ચંદ્ર નબળો હોય ત્યારે મન પણ નબળું થઈ જાય છે, ભૌતિક સંતાપ મનુષ્યને ચારે બાજુથી ઘેરી લે છે, માનસિક ચંચળતા, અસ્થિરતા અને અસંતુલનથી મનુષ્યને વિવિધ કષ્ટોનો સામનો કરવો પડે છે.

પતિ-પત્નીમાં પ્રેમ વધે છે. આ દિવસે ફળ, ફૂલ, ચંદન, બીલીપત્રની સાથે સાથે ધતૂરાના ફૂલથી પણ વિશેષ પૂજા કરવામાં આવે છે. ભગવાન શિવની ભવ, શર્વ, રુદ્ર, પશુપતિ, ઉગ્ર, મહાન, ભીમ અને ઈશાન સ્વરૃપથી આઠ નામો દ્વારા વિશેષ પૂજા કરવામાં આવે છે.

ધર્મગ્રંથોમાં ચંદ્રને શિવજીના મસ્તક પર સુશોભિત જણાવાયો છે. જેને ભગવાન શિવની કૃપા મળી હોવાથી ચંદ્રદેવની કૃપા આપોઆપ મળી જાય છે. તેના ચંદ્ર સંબંધી દોષનું નિવારણ થાય છે. મહાશિવરાત્રીને શિવજીની ખૂબ જ પ્રિય તિથિ માનવામાં આવે છે.

શિવરાત્રી વ્રતમ્ નામ સર્વપાપ્ પ્રણાશનમ્ ।

આચાણ્ડાલ મનુષ્યાણમ્ ભુક્તિ મુક્તિ પ્રદાયકં ।।

અર્થાત્ શિવરાત્રી નામનું વ્રત સમસ્ત પાપોનું શમન કરનારું છે. આ દિવસે વ્રત કરવાથી દુષ્ટ મનુષ્યને પણ ભક્તિ અને મુક્તિ મળે છે.

Leave a Reply