તહેવાર

મહાશિવરાત્રી પૂજા વિધી અને મંત્ર

શિવરાત્રી પૂજન અર્ચના અને સામગ્રી

God Shiv
460

મહાશિવરાત્રી પૂજા વિધી અને મંત્ર, શિવરાત્રી પૂજન અર્ચના અને સામગ્રી, મહાશિવરાત્રી એટલે ભગવાન શંકરના પૂજનનું આ સૌથી મોટું પર્વ. હિન્દુ સંસ્કૃતિમાં મહાશિવરાત્રીને ભગવાન શિવનો સૌથી પવિત્ર દિવસ માનવામાં આવે છે. શિવનો અર્થ છે કલ્યાણ કરવું. શિવજીને પ્રસન્ન કરવાનો શ્રાવણ માસ બાદ આ બીજો શ્રેષ્ઠ અવસર છે. શિવરાત્રી દરેક મહિનાની ચતુર્દશી તિથિએ હોય છે, પરંતુ મહા વદ ચૌદશ ના દિવસે મહાશિવરાત્રી ઉજવવામાં આવશે.

મહાશિવરાત્રીના ઉત્સવને ભગવાન શંકરના વિવાહનો ઉત્સવ માનવામાં આવે છે. મહાશિવરાત્રીના દિવસે જ મહાદેવે પાર્વતીજી સાથે એક ધ્યેયપૂર્ણ વિવાહ કર્યા હતા. શિવજીના પાર્વતીજી સાથે વિવાહ દેવોના સેનાપતિ કુમાર કાર્તિકેયના જન્મ માટે થયા હતા, તેમના હાથે જ તાડકાસુરનો વધ થવાનો હતો.

મહાશિવરાત્રી પૂજા વિધી અને મંત્ર

પ્રાતઃકાળે ઊઠીને સ્નાનાદિ કાર્યથી નિવૃત્ત થઈને ત્રિદળ બીલીપત્ર લેવાં.

સ્વચ્છ લોટામાં કે અન્ય કોઈ પાત્રમાં ગંગાજળ લેવું.

પૂજન માટે અષ્ટગંધ, ચંદન, હળદર, ધૂપ-દીપ, અગરબત્તી વગેરે તૈયાર કરો.

નજીકના શિવમંદિરે જઈ શકો છો અથવા ઘરે જ શિવલિંગની સ્થાપના કરી પૂજન કરી શકાય છે.

પૂજનની તમામ સામગ્રીને સ્વચ્છ પાત્રમાં મૂકી દો.

શિવ મંત્ર

અપક્રામન્તુ ભૂતાનિ પિશાચાઃ સર્વતો દિશા ।

સર્વેષામવિરોધેન પૂજા કર્મસમારંભે ।।

અપસર્પન્તુ તે ભૂતાઃ યે ભૂતાઃ ભૂમિસંસ્થિતાઃ ।

યે ભૂતા વિનકર્તારસ્તે નષ્ટતુ શિવાજ્ઞાયા ।।

પછી શિવલિંગને સ્વચ્છ જળથી ધોવું

શિવજી મંત્ર

મંત્રઃ ગંગા સિન્ધુશ્ય કાવેરી યમુના ચ સરસ્વતી ।

રેવા મહાનદી ગોદા અસ્મિન્ જલે સન્નિધૌ કુરુ ।

 પછી શિવલિંગ પર અષ્ટગંધ, ચંદન વગેરે વસ્તુઓ ચઢાવો

શિવ શંકર મંત્ર

મંત્રઃ ૐ ભૂઃ ર્ભુવઃ સ્વઃ ક્ક દ્રવ્ય ત્રયમ્બકં યજામહે સુગંધિમ્ પુષ્ટિ વર્ધનમ્ ઉર્વારુકમિવ બન્ધનાન્ મૃત્યોર્મુક્ષીય મામૃતાત્: ।

પછી શિવલિંગ પર અક્ષત ચઢાવો

ભોલેનાથ મંત્ર

મંત્રઃ ૐ અક્ષન્નમીમદન્ત હ્યવ પ્રિયા અધૂષત ।

અસ્તોષત સ્વભાનવો વિપ્રા નવિષ્ઠાયા મતી યોજા ન્વિન્દ્ર તે હરિ ।।

હવે શિવલિંગ પર પુષ્પ ચઢાવો

શિવ પુષ્પાંજલિ મંત્ર

મંત્રઃ ૐ ઓષધીઃ પ્રતિ મોદધ્વં પુષ્પવતીઃ પ્રસૂવરીઃ ।

અશ્વા ઈવ સજિત્વરીર્વ્વીરુધઃ પારયિષ્ણવઃ ।।

ત્યારબાદ બિલ્વપત્ર અર્પણ કરી

બિલ્વપત્ર મંત્ર

મંત્રઃ કાશીવાસ નિવાસિનામ્ કાલભૈરવ પૂજનમ્ ।

કોટિકન્યા મહાદાનમ્ એક બિલ્વં સમર્પણમ્ ।।

દર્ષનં બિલ્વપત્રસ્ય સ્પર્ષનં પાપનાશનમ્ ।

અઘોર પાપસંહાર એક બિલ્વં શિવાર્પણમ્ ।।

ત્રિદલં ત્રિગુણાકારં ત્રિનેત્રં ચ ત્રયાયુધમ્ ।

ત્રિજન્મપાપ સંહારં એકબિલ્વં શિવાર્પણમ્ ।।

હવે શિવલિંગ પર ગંગાજળ ચઢાવો

ગંગાજળ મંત્ર

મંત્રઃ ગંગોત્તરી વેગ બલાત્ સમૃદ્ધતમ્ સુવર્ણ પાત્રેણ હિમાન્ષુ શીતલમ્ સુનિર્મલામ્ભો હૃમૃતોપમમ્ જલમ્ ગૃહાણ કાશીપતિ ભક્તવત્સલ ।

શિવના પૂજનમાં આપણાથી રહી ગયેલી ખામીઓ માટે

શિવશંભુ મંત્ર

અપરાધો સહસ્રાણિ ક્રિયન્તેડર્હિનષમ્ મયા,

દાસોઙયમિતિ મામ્ મત્વા ક્ષમસ્વ પરમેશ્વર ।

મન્ત્રહીનમ્ ક્રિયાહીનમ્ ભક્તિહીનમ્ સુરેશ્વર,

યત્પૂજિતમ્ મયા દેવ પરિપૂર્ણ તદસ્તુ મે ।।

Leave a Reply