તહેવાર

મહાશિવરાત્રિ અચૂક કરો પાંચ ઉપાય

થશે ભાગ્યોદય અને વરસશે ધન

Har Har Mahadev
326

મહાશિવરાત્રિ અચૂક કરો પાંચ ઉપાય, થશે ભાગ્યોદય અને વરસશે ધન, મહાશિવરાત્રિ પર કરશો આ ૫ મહા ઉપાય ભાગ્ય બદલી જશે અને થશે ભાગ્યોદય અને વરસશે ધન જો ભક્ત કષ્ટોથી મુક્તિ મેળવવા માંગે છે તો આ મહાશિવરાત્રિ પર આ પાંચ ઉપાય તમને દરેક મુશ્કેલીમાંથી પાર કરવામાં મદદ કરશે.

મહાશિવરાત્રિના દિવસે કાળા પત્થરના શિવલિંગ પર દૂધ અને ઘી થી અભિષેક કરો. ત્યારબાદ શિવલિંગ પર સવા પાવ ચોખા અર્પિત કરો અને મહામૃત્યુંજય મંત્રની ૧૧ માળાનો જાપ કરો. પછી શિવલિંગ પરથી થોડા ચોખા લઈને સફેદ કપડામાં બાંધીને રોગીના માથા પાસે મુકો. ત્રણ દિવસમાં રોગી ઠીક થઈ જશે. ત્યારબાદ ઠીક થતા જ માથા પાસે મુકેલી ચોખાની પોટલી કોઈ નદી કે તળાવમાં વહાવી દો.

શિવરાત્રિ પર ભગવાન શિવનો શેરડીના રસથી અભિષેક કરવામાં આવે તો ધનની કમી દૂર થઈ જાય છે. બીજી બાજુ સ્થાયી લક્ષ્મી મેળવવા માટે શેરડીના રસથી શિવ મહિમ્નસ્ત્રોતની ૨૧ આવૃત્તિ સાથે અભિષેક કરવો જોઈએ.

સન્માન પ્રતિષ્ઠા પદ માટે જો તમે નોકરીમાં તરક્કી મેળવવા માંગો છો તો શિવરાત્રિ પર કેસરના દૂધથી શિવજીનો અભિષેક કરો.

વાહન દુર્ઘટનાઓથી બચવા માટે શિવરાત્રિ પર મહામૃત્યુંજય મંત્રનો જાપ કરતા શિવલિંગ પર ૧૦૦૮ બેલપત્ર અને ૧૦૦૮ ધતૂરા ચઢાવો.

શત્રુ જો તમને હાનિ પહોંચાડી રહ્યા હોય તો શત્રુનુ નામ લેતા શિવલિંગ પર કાળા તલ અને અડદ અર્પિત કરો. શિવરાત્રિથી શરૂ કરતા ૨૧ દિવસ સુધી શિવલિંગ પર રોજ પાણી ચઢાવો. સાંજના સમયે શિવમંદિરમાં દીવો પ્રગટાવો. જરૂર શત્રુ પર વિજય મેળવશો.

Leave a Reply