ઓટો

મહિન્દ્રા થાર ૭૦૦ બે નવા કલરમાં લોન્ચ

લિમિટેડ એડિશન, ભારતમાં લોન્ચ

Mahindra Thar 700
233

મહિન્દ્રા થાર ૭૦૦ બે નવા કલરમાં લોન્ચ, લિમિટેડ એડિશન, ભારતમાં લોન્ચ, જાણો તેની કિંમત અને ખાસિયત અને નવા ફેરફાર. મહિન્દ્રાએ પોતાની ઓફ-રોડ એસયુવી થાર નું લિમિટેડ એડિશન મોડલ લોન્ચ કર્યું છે. મહિન્દ્રા થાર ૭૦૦ નામથી આવેલી આ એસયુવી ની કિંમત ૯.૯૯ લાખ રૂપિયા છે. આ કિંતમ સ્ટાન્ડર્ડ થારની કિંમત કરતા ૫૦૦૦૦ રૂપિયા વધુ છે. કંપની આવી માત્ર ૭૦૦ ગાડીઓ બનાવશે, જે વર્તમાન જનરેશન થારના છેલ્લાં ૭૦૦ યુનિટ પણ હશે, કારણ કે ત્યારબાદ કંપની નવી જનરેશન થાર લોન્ચ કરશે.

કોઈ પણ જગ્યાએ જવાની ક્ષમતા ધરાવતી મહિન્દ્રાની થાર ૭૦૦ બ્લુ ઓફ-રોડર છે જે નેપોલી બ્લેક અને એક્વામેરિન કલરમાં ઉપલબ્ધ થશે. આ કાર પર મહિન્દ્રા ગ્રૂપનાં ચેરમેન શ્રી આનંદ મહિન્દ્રની સિગ્નેચર જોવા મળશે. મહિન્દ્રા થાર ૭૦૦ સૌથી ખાસ વાત તેના ફ્રન્ટ ફેન્ડરની ઉપર આપવામાં આવેલો સ્પેશિયલ બેજ છે. સ્પેશિયલ એડિશન મહિન્દ્રા થાર ૭૦૦ માં ગ્રિલ પર બ્લેક ફિનિશ, સાઈટ અને બોનેટ પર સ્ટિકર, નવા સ્ટાઈલિસ્ટ ૫-સ્પોક એલોય વ્હીલ્ઝ અને બંપર પર સિલ્વર ફિનિશ આપવામાં આવ્યું છે. ઈન્ટીરિયરની વાત કરીએ તો, તેમાં થારની બ્રાન્ડિંગની સાથે નવા લેધર સીટ કવર્સ આપવામાં આવ્યા છે.

થાર ૭૦૦માં સ્ટાઇલાઇઝ 5-સ્પોક એલોય વ્હીલ્સ, સાઇડ અને બોનેટ પર ડેકલ્સ, ગ્રિલ પર બ્લેક ફિનિશ, ફ્રન્ટ બમ્પર પર સિલ્વર ફિનિશ, આગળની સીટ પર થારનાં લોગો સાથે લેધર અપહોલ્સ્ટેરી અને એન્ટિ-લોક બ્રેકિંગ સિસ્ટમ (એબીએસ) વગેરે ફીચર્સ આપવામાં આવ્યાં છે. મહિન્દ્રા થાર ૭૦૦ નું બુકિંગ કોઈ પણ ઓથોરાઇઝ ડિલર કે ઓનલાઇન www.mahindrasyouv.com પર બુક કરી શકાશે.

આ ઉપરાંત, આ ઓફ-રોડ એસયુવીમાં કોઈ અન્ય મિકેનિકલ બદલાવો કરવામાં આવ્યા નથી. સ્પેશિયલ એડિશન થાર માત્ર ૨.૫ લીટર સીઆરડીઈ ૪-સિલિન્ડર, ટર્બોચાર્જ્ડ ડીઝલ એન્જિનમાંજ ઉપલબ્ધ છે. આ એન્જિન ૧૦૫બીએચપી નો પાવર અને ૨૪૭એનએમ પીક ટોર્ક જનરેટ કરે છે. એન્જિન ૫-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સથી લેસ છે. લિમિટેડ એડિશન મહિન્દ્રા થાર ૭૦૦નું બુકિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.

Leave a Reply