ઓટો

ભારતની દેશની પહેલી ઇન્ટરનેટ કાર

એમજી હેક્ટરનું બૂકિંગ આજે શરૂ થઈ ગયુ છે

MG Hector
172

ભારતની દેશની પહેલી ઇન્ટરનેટ કાર, એમજી હેક્ટરનું બૂકિંગ આજે શરૂ થઈ ગયુ છે, બૂકિંગ સમયે ૫૦ હજાર રુપિયા ભરવાના છે. ભારતમાં ૧૨૦ કેન્દ્રથી બૂકિંગ શરુ કર્યુ છે સપ્ટેમ્બર 2019 સુધી દેશભરમાં ૨૫૦ કેન્દ્ર સુધી વધારો કરવામાં આવશે. હેક્ટર સાઇઝના મામલામાં મોટી દેખાય છે. તેની લંબાઇ ૪૬૫૫ મીમી, પહોળઇ ૧૮૩૫ મીમી અને ઉંચાઇ ૧૭૬૦ મીમી છે. એસયુવીના આગળના ભાગમાં ક્રોમ ફિનિશ સાથે બ્લેક કલરમાં મોટી ગ્રિલ છે, જે તેના આગળના ભાગને ખૂબ દમદાર દેખાવ આપે છે.

એમજી હેક્ટર ઇન્ટરનેટથી જોડાયેલ કાર છે. હેક્ટરમાં નેક્સ્ટ ૧૦૦ ટકા બટન ફ્રી હશે અને વૉઇસને ઓળખવામાં સમર્થ હશે. એમજી હેક્ટરમાં આઇએસમાર્ટ ઇન્ટરફેસ હશે, જે સૉફ્ટવેર, હાર્ડવેર અને કનેક્ટિવિટી વિકલ્પો સાથે લાવે છે. એમજી હેક્ટર ગ્લેઝ રેડ, બર્ગન્ડી રેડ, સ્ટેરી બ્લેક, ઓરોરા સિલ્વર અને કેન્ડી વ્હાઈટ કલર્સમાં ઉપલબ્ધ છે.

એમજી હેક્ટર પેટ્રોલ અને ડીઝલ બંને વિકલ્પોમાં આવશે. તેનું પેટ્રોલ એન્જિન ૧.૫ લીટર છે, જે ૧૪૩ એચપી અને ૨૫૦ એનએમ ઉત્પાદન કરે છે. ૨.૦ લીટર ડીઝલ એન્જિન ૧૭૦ એચપી પાવર અને ૩૫૦ એનએમ ઉત્પન્ન કરે છે. બંને એન્જિન બીએસ ૪ છે અને તે ૬ સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સથી સજ્જ છે. પેટ્રોલ એન્જિનમાં ૬ સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન વિકલ્પ પણ છે.

ડેશબોર્ડ સોફ્ટ ટચ સામગ્રી હશે. સ્ટીયરિંગ અને ગિયર લીવરની નૉબ પર લેધરનું રેપિંગ હશે. સાથે જ સીટ પણ લેધરની હશે. એમજી હેક્ટરમાં ૧૦.૪ ઇંચનું વર્ટિકલ ઓરિએન્ટેડ ટચસ્ક્રીન ઇન્ફોટેન્ટમેન્ટ સિસ્ટમ મળશે, એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે બન્નેને સપોર્ટ કરશે. કંપનીનું આઇએસમાર્ટ ઇન્ટરફેસ પણ હશે, જેના હેઠળ અનેક સ્માર્ટ કનેક્ટેડ સુવિધાઓ ઉપલબ્ધ થશે.

Leave a Reply