સમાચાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેન્જ રોવર કાર

લક્ઝરી અને પાવરફુલ કાર વિષે જાણો સુવિધાઓ

Narendra Modi Range Rover
286

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેન્જ રોવર કાર, લક્ઝરી અને પાવરફુલ કાર વિષે જાણો સુવિધાઓ, ખૂબીઓ અને વિશેષતાઓ. લોકસભાની ચૂંટણીમાં પ્રચંડ જીત મેળવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બીજીવાર વડાપ્રધાન પદના શપથ લીધા. આજકાલ તેઓ પોતાની નવી લક્ઝરી અને પાવરફુલ કાર રેંજ રોવર સેંટિનેલના કારણે ચર્ચામાં છે.

દેશ ના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રેન્જ રોવર સેટીનેલ માં યાત્રા કરતા નજર આવે છે. આ એક ખુબજ ખાસ કાર છે. જેમાં સેફટી નું પૂરું ધ્યાન રાખવામાં આવ્યું છે. આ એક સોલિડ અને એક દમદાર કાર છે. રેન્જ રોવર સેંટિનેલમાં વીઆર૮ બેલેસ્ટિક સુરક્ષા આપવામાં આવી છે જે તાત્કાલિક વિસ્ફોટક ઉપકરણો સહિત વાહનને મોટાભાગના હુમલાઓમાં સુરક્ષિત રાખી શકે છે.

આ કારના એન્જિનની વાત કરીએ તો તેમાં ૫.૦ લીટરનું સુપરચાર્જ્ડ વી૮ પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે જે ૩૭૫ બીપીએચ નો પાવર જનરેટ કરે છે. તેની સ્પીડ ૨૧૮ કિમી પ્રતિ કલાકની છે. મીડિયા રિપોર્ટસ અનુસાર તેની કિંમત આશરે ૪ કરોડ રૂપિયા છે. તેમાં ફક્ત ૫ લોકોના બેસવાની જગ્યા આપવામાં આવી છે. પીએમ નરેન્દ્ર મોદીની આ કારને એમ્બ્યુલન્સની જેમ મોડીફાય કરવામાં આવી છે. આ ઉપરાંત ઇમરજન્સીમાં પણ આ કાર ઘણી ઉપયોગી છે.

કાર ની નીચે અને ઉપર ૧૫ કિલોગ્રામ ટીએનટી બ્લાસ્ટ અને ડીએમ૫૧ ગ્રેનેડ એક્પ્લોઝન ની અસર નથી થતી. તેને સુપર હાઈ સ્ટ્રેન્થ સ્ટીલ થી બનાવવામાં આવ્યા છે જે અટેક ના આગળ વર્લ્ડ ક્લાસ પ્રોટેક્શન આપે છે. ગાડી ની અંદર બધાજ પ્રકાર ના ઈલાજ ના ઉપકરણ હોઈ છે. આ કાર બ્લાસ્ટિક હુમલા ના ખિલાફ પુરી રીતે વીઆર8 સ્ટાન્ડર્ડ લેવલ સર્ટિફાઈડ છે.

Leave a Reply