તહેવાર

નવરાત્રિ પરંપરા

નવરાત્રિ આરાધના

Chaitra Subh Navratri
295

નવરાત્રિ પરંપરા, નવરાત્રિ આરાધના, નવરાત્રિ હિંદુઓનો ધાર્મિક તહેવાર છે. સંસ્‍કૃત ભાષામાં ‘નવરાત્રિ’નો અર્થ ‘નવ રાત્રિઓનો સમૂહ’ એવો થાય છે. નવરાત્રિની આ નવ રાત્રિઓ અને દસ દિવસો દરમિયાન મા શક્‍તિના વિવિધ નવ સ્‍વરૂપોની પૂજા અને આરાધના કરવામાં આવે છે.

મા શક્‍તિની આરાધના

વર્ષ દરમિયાન બે ઋતુ એટલે કે ઉનાળાની અને શિયાળાની શરૂઆતના સમયને આબોહવા તેમ જ ચંદ્રના પ્રભાવની દૃષ્ટિએ સૌથી મહત્ત્વનો સમયગાળો ગણવામાં આવે છે. મા શક્‍તિની આરાધના માટે આ બે સમયગાળાઓ ખૂબ જ પવિત્ર ગણાય છે. નવરાત્રિનો નવ દિવસોનો તહેવાર અંતિમ દિવસ વિજ્‍યાદશમીની ઉજવણી સાથે કુલ દસ દિવસોનો તહેવાર બને છે.

નવરાત્રિની પરંપરા

સામાન્‍ય રીતે પાંચ વાર નવરાત્રિ ઉજવાય છે, પરંતુ વર્તમાન સમયમાં ત્રણ નવરાત્રિઓનું મહત્ત્વ વધારે છે. માં શક્તિનું આ મહાપર્વ હિંદુ મહિના પ્રમાણે આસો, ચૈત્ર, મહા અને અષાઢ મહિનામાં ઉજવાતી નવરાત્રી ઉજવવામાં આવે છે.

શરદ નવરાત્રિ – આસો નવરાત્રિ

શરદ ઋતુની શરૂઆતમાં ઉજવાય છે તેને મહાનવરાત્રિ તરીકે પણ ઓળખાય છે. ઘણા સ્‍થળો પર શરદની જગ્‍યાએ ‘શારદા’ નો ઉલ્લેખ કરવામાં આવે છે. આ નવરાત્રિની ઉજવણીમાં માતા દુર્ગા દ્વારા મહિષાસુર વધની ઘટનાને કેન્‍દ્રસ્‍થાને ગણવામાં આવે છે. સામાન્‍ય રીતે આ નવરાત્રિની ઉજવણી ભારતના તમામ ભાગોમાં થાય છે.

વસંત નવરાત્રિ – ચૈત્રી નવરાત્રિ

વસંત ઋતુ દરમિયાન કરવામાં આવે છે. ઉત્તર ભારતમાં આ નવરાત્રિની મોટા પાયે ઉજવણી થાય છે. જમ્‍મુમાં આવેલ વૈષ્‍ણોદેવીના મંદિરમાં આ સમય દરમિયાન નવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે.

ગુપ્ત નવરાત્રિ – અષાઢ નવરાત્રિ

મા વારાહીના ઉપાસકો માટે આ નવરાત્રિ વિશેષ મહત્ત્વ ધરાવે છે. હિમાચલ પ્રદેશમાં તે ‘ગુપ્ત નવરાત્રિ’ તરીકે જાણીતી છે. મા વારાહી એ દેવી માહાત્‍મ્‍યના સાત માત્રિકોમાંની એક છે.

પુષ્ય નવરાત્રિ – માઘ નવરાત્રિ – પોષ નવરાત્રિ

આ નવરાત્રી શિયાળાના મોસમમાં થાય છે. આ નવરાત્રિ વસંત પંચમી તરીકે ઓળખાય છે. જે ગુપ્ત નવરાત્રિ તરીકે પણ ઓળખાય છે.

Leave a Reply